IND vs PAK: મેચ બાદ રોહિતે કોહલીની બેટીંગને કરી સલામ, કહ્યું- ન હતી જીતની આશા

T20 World Cup 2022: ટોસ હાર્યા બાદ પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. આ પ્રકારે ટીમ ઇન્ડીયાને મેચ જીતવા માટે 160 રનની જરૂર હતી, પરંતુ 31 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી.

IND vs PAK: મેચ બાદ રોહિતે કોહલીની બેટીંગને કરી સલામ, કહ્યું- ન હતી જીતની આશા

Rohit Sharma: ભારતે એકદમ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 4 વિકેટથી માત આપી છે. ભારત માટે વિરાટ કોહલીએ 53 બોલમાં અણનમ 82 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 113 રનોની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઇ. જોકે ટોસ હાર્યા બાદ પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. આ પ્રકારે ટીમ ઇન્ડીયાને મેચ જીતવા માટે 160 રનની જરૂર હતી, પરંતુ 31 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની પાર્ટનરશિપે મેચમાં વાપસી કરાવી. 

'મારી પાસે અત્યારે કહેવા માટે કોઇ શબ્દ નથી'
તો બીજી તરફ આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અંતિમ ઓવર દરમિયાન તે ડ્રેસિંગ રૂમમાં હતા, મારી પાસે અત્યારે કહેવા માટે શબ્દો નથી. તમે આ પ્રકારની મેચોમાં આવા પ્રદર્શનની આશા રાખો છો. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે મેચને લાંબી ખેંચવા માંગતા હતા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે પાર્ટનરશિપે મેચનું વલણ બદલી દીધું. સાથે જ તેમણે કહ્યું કે આ વિકેટ પર બોલરો માટે મદદરૂપ હતી, તેના લીધે બેટીંગ કરવી સરળ ન હતી. આ પીચ પર બોલ સીમ અને સ્વિંગ બંને થઇ રહી હતી. 

'અમે મેચ જીતવાની સ્થિતિમાં ન હતા, પરંતુ...'
રોહિત શર્માએ કહ્યું કે ઇફ્તિખાર અહમદ અને શાન મસૂદ વચ્ચે શાનદાર ભાગીદારી થઇ, બંને ગેમને છેલ્લે સુધી લઇ ગયા. તેમણે કહ્યું કે અમે જાણતા હતા કે આ રન ચેજ અમારા માટે સરળ નથી. ભારતીય કેપ્ટને કહ્યું કે આ જીત અમારા આત્મવિશ્વાસને વધારવાનું કામ કરશે. રોહિત શર્માએ આગળ કહ્યું કે અમે મેચ જીતવાની સ્થિતિમાં ન હતા, પરંતુ જે પ્રકારે અમે મેચ જીતી, તે અવિશ્વસનીય છે. ટીમ ઇન્ડીયાના કેપ્ટને વિરાટ કોહલીની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ ઘણી શાનદાર ઇનિંગ રમી છે, પરંતુ આ બેસ્ટ છે. આ ઉપરાંત હું બધાનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય ફેન્સે જે પ્રકારે અમારો સાથ આપ્યો, તે વિશ્વસનીય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news