IPL 2018 : વિરાટ કોહલીએ મુંબઇને પછાડી બનાવ્યા અનોખા રેકોર્ડ
વિરાટ કોહલીની બેંગલુરૂ ટીમે મંગળવારે રાતે મુંબઇને હરાવ્યા બાદ પોતાનું સ્થાન પ્લે ઓફની રેસમાં પાક્કું કર્યું છે. આ મેચમાં વિરાટ મોટી ઇનિંગ રમી શક્યો ન હોવા છતાં રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
Trending Photos
મુંબઇ : બેંગલુરૂએ આઇપીએલ સિઝન 11ની 31મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને મંગળવારે 14 રનથી હરાવ્યું હતું. બેંગલુરૂએ પહેલા બેટીંગ કરતાં સાત વિકેટના ભોગે 167 રન બનાવ્યા હતા અને મુંબઇ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 153 રન જ બનાવી શક્યું હતું. બેંગલુરૂની આઠ મેચમાં આ ત્રીજી જીત હતી અને આ સાથે છ પોઇન્ટ સાથે તે પાંચમા સ્થાન પર આવી ગયું છે. જ્યારે મુંબઇ આ હાર સાથે આઠ મેચમાં માત્ર બે મેચ જ જીતી શક્યું છે. આ મેચમાં કેટલાક અનોખા રેકોર્ડ બન્યા, જેમાં બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. આમ છતાં રેકોર્ડ પોતાને નામ કર્યો છે.
ભારે ઉતાર ચઢાવ વચ્ચે આ મેચમાં વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવામાં ફરી એકવાર ચેન્નાઇના સુરેશ રૈના કરતાં આગળ આવી ગયો છે. આ સિઝનમાં વિરાટે સુરેશ સૈનાને બીજી વખત પછાડ્યો છે. વિરાટે અત્યાર સુધી 4767 રન બનાવી લીધા છે. જ્યારે સુરેશ રૈના 4744 રન જ બનાવી શક્યો છે. વિરાટ કોહલીએ 157 મેચમાં 4 સદી અને 33 અર્ધ શતક બનાવ્યા છે.
વિરાટ અને રૈના વચ્ચે આ દિલચસ્પ હરિફાઇ આઇપીએલમાં શરૂથી ચાલી રહી છે. વિરાટે આ પહેલા પણ મુંબઇ વિરૂધ્ધ રમતાં આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને રૈનાને પાછળ રાખ્યો હતો. આ મેચ બાદ આઇપીએલમાં વિરાટના નામે હવે ચાર સદી અને 32 અર્ધ શતક સાથે 153 મેચમાં 4619 રન બનાવવાનો રેકોર્ડ છે. એ પછી હૈદરાબાદ વિરૂધ્ધ રૈનાએ અણનમ 53 રનની ઇનિંગ રમતાં વિરાટને પાછળ રાખ્યો હતો. ત્યારે રૈનાએ 165 મેચમાં 161 ઇનિંગમાં 4658 રન બનાવ્યા હતા. જેમાં 32 અર્ધ શતક અને એક સદી બનાવી છે. એ પછી વિરાટે ફરી રૈનાને પાછળ રાખ્યો છે.
વિરાટે મુંબઇ વિરૂધ્ધ મંગળવારે રમતાં આ મેચમાં એક સિક્સ અને બે ચોગ્ગાની મદદથી માત્ર 26 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે વિરાટે વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. વિરાટ આઇપીએલ સિઝન-11માં દોડીની રન બનાવવામાં નંબર-1 ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ આ વર્ષે આઇપીએલમાં સૌથી વધુ 113 રન બનાવ્યા છે. એ પછી અંબાતી રાયડૂ 108 સિંગલ્સ રન સાથે બીજા ક્રમે છે. ત્યાર બાદ કેન વિલિયમ્સ 103, સંજૂ સૈમસન 84 અને અજિંક્ય રહાણે 80 રન સાથે ટોપ પર છે.
વિરાટ કોહલીએ આ મેચમાં પોતાનો બેટીંગ ક્રમ બદલ્યો હતો. આ વખતે તે ચોથા ક્રમે આવ્યો હતો. આ અગાઉ 2014માં તે ચેન્નાઇ વિરૂધ્ધ ચોથા ક્રમે બેટીંગમાં આવ્યો હતો અને માત્ર 49 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં તે માત્ર 32 રન જ બનાવી શક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે