IPL 2019, RCBvKKR: આંદ્રે રસેલે કર્યો છગ્ગાઓનો વરસાદ, બેંગ્લુરુનો સતત 5મો પરાજય
વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી બેંગ્લુરૂની ટીમને આઇપીએલમાં હજી સુધી એક પણ જીત પ્રાપ્ત થઇ નથી
Trending Photos
બેંગલુરુઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ખેલાડી આંદ્રે રસેલે 13 બોલમાં 48 રનની તોફાની બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીત છીનવી લીધી હતી. રસેલે પોતાની રમત દરમિયાન 7 છગ્ગા ફટકાર્યા અને 1 ચોગ્ગો ફટાકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આક્રમક કેપ્ટન તરીકેની પોતાની ઓળખ સ્થાપિત કરનાર કોહલી આ લીગમાં સતત 5મી મેચ હાર્યો છે.
કેપ્ટન કોહલી અને સદાબહાર ડિવિલિયર્સના આકર્ષક અર્ધશતકની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં પોતાનું આક્રમક પ્રદર્શન કરતા કોલકાતા નાઇટરાઇડર્સને 3 વિકેટનાં નુકસાને 205 રનનો મોટો સ્કોર આપ્યો હતો. જો કે કોલકાતાનાં અંતે રમવા માટે આવેલ રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની આશા છીનવી લીધી હતી.
કેપ્ટન વિરાટ કોહલી અને સદબાહર એ.બી. ડિવિલ્યર્સની આકર્ષક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેગલુરુ(RCB)એ અહીં ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલની મેચમાં ત્રણ વિકેટે 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
કેપ્ટન કોહલીએ 49 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા, જ્યારે ડિવિલિયર્સે 32 બોલમાં 63 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. આ બંનેએ બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 108 રન ઉમેર્યા હતા. માર્ક્સ સ્ટોઈનિસે અંતિમ 13 બોલમાં 28 રન (નો.આ.) બનાવીને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો.
ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં પ્રથમ છ ઈનિંગ્સમાં 50ના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલો કોહલી આજે પ્રારંભથી જ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. આજે તેના તમામ શોટ જોવાલાયક હતા. કોહલીએ પાર્થિવ પટેલ (24 બોલમાં 25 રન) સાથે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી.
બેંગલુરુએ પ્રથમ ચાર ઓવરમાં 41 રન બનાવી લીધા હતા. જોકે ત્યાર બાદ સ્પિન ત્રિમૂર્તિ પીયુષ ચાવલા, સુનીલ નારાયણ અને કુલદીપ યાદવે રનરેટ ધીમો કરી દીધો હતો. વચ્ચે એક ઓવર માટે નિતીશ રાણાને બોલિંગ અપાઈ હતી, જેમાં પાર્થિક એલબીડબલ્યુ આઉટ થયો હતો. જોકે, ત્યાર પછી આવેલા ડિવિલિયર્સે કોહલીની સાથે મળીને બાજી સંભાળી લીધી હતી.
ટી20માં કોહલીના 8000 રન પૂરા
વિરાટ કોહલીએ આ ઈનિંગ્સમાં 17 રન પૂરા કરવાની સાથે જ ટી20માં 8000 રન બનાવી લીધા છે. આ સાથે જ ટી20માં 8000 રન પૂરા કરનારો તે ભારતનો બીજો અને દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે.
કુલદીપે અંતિમ ઓવરમાં કોહલીનો કેચ પકડીને કેકેઆરને રાહત અપાવી હતી. ડિવિલિયર્સ પણ તેના પછીની ઓવરમાં બાઉન્ડ્રી લાઈન પર કેચ આપી બેઠો હતો.
ટીમઃ
બેંગલુરુઃ વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ, અબ્રાહમ ડિવિલિયર્સ, મોઈન અલી, માર્ક્સ સ્ટેઈનિસ, અક્ષદીપ નાથ, નવદીપ સૈની, પવન નેગી, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, ટીમ સાઉદી.
કોલકાતાઃ દિનેશ કાર્તિક (કેપ્ટન),ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણે, આન્દ્રે રસેલ, પીયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પ્રસિદ્ધ કૃષ્ણા, સુનિલ નરેન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે