IPL 2020: આ વર્ષે પ્રાઇઝ મનીમાં સૌથી મોટો ઘટાડો, જાણો આઈપીએલની તમામ માહિતી એક ક્લિકમાં
કોરોના સંકટ વચ્ચે આજથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ યૂએઈમાં થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) નો પ્રારંભ આ વખતે 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં થવાનો છે. ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે બીસીસીઆઈએ ટૂર્નામેન્ટ દેશની બહાર કરાવવાનો નિર્ણય લીધો હતો. આઈપીએલનો પ્રારંભ આજે એટલે કે 19 સપ્ટેમ્બરથી થશે અને ટૂર્નામેન્ટનું સમાપન 10 નવેમ્બરે થશે. આવો તમને જણાવીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની તે દરેક જાણકારી જે તમારે જાણવી જરૂરી છે.
IPL 2020ની ટીમો
ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ, દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.
રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનમાં બન્યા છે આ રેકોર્ડ
કિંગ્સ ઇલેવન પંજાબઃ કેએલ રાહુલ, કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ઢિલ્લોન અને ઇશાન પોરેલ.
દિલ્હી કેપિટલ્સઃ શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક, આંન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુભમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, રિંકુ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, કમલેશ નાગેરકોટી, શિવમ માવી, સિદ્ધેશ લાડ, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, વરૂણ ચક્રવર્તી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક.
રોયલ ચેલેન્જર બેંગલુરૂઃ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડ્ડીકલ, પાર્થિવ પટેલ, ગુરકિરતસિંહ, મોઇન અલી, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, એરોન ફિંચ , જોશુઆ ફિલીપ, શાહબાઝ અહેમદ, કેન રિચર્ડસન, ડેલ સ્ટેન અને ઇસુરુ ઉડાના.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ.
મેચ કાર્યક્રમ, સમય અને સ્થળ
આઈપીએલ 2020નો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થશે, તો ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે. ઓપનિંગ મુકાબલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલની ડે-નાઇટ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે અને દિવસની મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આઈપીએલની બધી મેચોનું આયોજન યૂએઈના ત્રણ શહેરો અબુધાબી, દુબઈ અને શારજાહમાં થશે.
પ્રાઇઝ મની
કોરોના વાયરસને કારણે આઈપીએલની પ્રાઇઝ મની અડધી કરી દેવામાં આવી છે. વિજેતા ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ હવે આ રકમ 50 ટકા ઘટાડીને 10 કરોડ કરી દેવામાં આવી છે. રનર્સઅપ ટીમને 6.25 કરોડ રૂપિયા મળશે. ક્વોલિફાયરમાં હારનારી ટીમને 4.3 કરોડ રૂપિયા મળશે.
લાઇવ ટેલીકાસ્ટ અને સ્ટ્રીમિંગ
આઈપીએલ 2020નું લાઇવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આઈપીએલની લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર નેટવર્ક પર થશે. રિલાયન્સ જીયો પણ આઈપીએલ 2020નું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. જીયોના યૂઝરો આઈપીએલ 2020 ફ્રીમાં જોઈ શકશે.
આઈપીએલ સ્પોન્સર
આઈપીએલ 2020ના સ્પોન્સરમાં આ વર્ષે વીવોના સ્થાને ડ્રીમ 11 જોવા મળશે. ચીન સાથે વિવાદ બાદ વીવોના સ્થાને ડ્રીમ 11 આઈપીએલનું નવું સ્પોન્સર બન્યું છે.
આઈપીએલનો કાર્યક્રમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે