Virat Kohli Viral Video: વિરાટ કોહલીએ CSK ના ખેલાડીને ગાળ દીધી? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

16 વર્ષ બાદ પણ આરસીબીની ટીમ સીએસકે વિરુદ્ધ ચેપોકમાં જીત મેળવવામાં નિષ્ફળ રહી. જો કે આ મેચમાં અનેક એવા પળ જોવા મળ્યા જેણે દર્શકોનો રોમાંચ જાળવી રાખ્યો. આવામાં વિરાટ કોહલીનો એક  એવો વીડિયો વાયરલ થયો છે કે ફેન્સ વિચારમાં પડી ગયા છે. 

Virat Kohli Viral Video: વિરાટ કોહલીએ CSK ના ખેલાડીને ગાળ દીધી? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

IPL 2024: 22મી માર્ચે આઈપીએલ 2024 ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત થઈ. પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે ઘર આંગણી ચેપોક સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને છ વિકેટથી હરાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો. 16 વર્ષ બાદ પણ આરસીબીની ટીમ સીએસકે વિરુદ્ધ ચેપોકમાં જીત મેળવવામાં નિષ્ફળ રહી. જો કે આ મેચમાં અનેક એવા પળ જોવા મળ્યા જેણે દર્શકોનો રોમાંચ જાળવી રાખ્યો. આવામાં વિરાટ કોહલીનો એક  એવો વીડિયો વાયરલ થયો છે કે ફેન્સ વિચારમાં પડી ગયા છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર એગ્રેસિવ અંદાજ માટે જાણીતા છે. વિરાટનો આ એગ્રેશન વિપક્ષી ટીમોના નાકમાં દમ કરી નાખે છે. પરંતુ ઘણીવાર તે તેમના ઉપર જ ભારે પડે છે. આવું જ કઈક શુક્રવારની મેચમાં જોવા મળ્યું. સીએસકે સામેની મેચમાં વિરાટ કોહલીએ સીએસકેના ઓપનર રચિન રવિન્દ્રને સેન્ડ ઓફ આપ્યું. આ દરમિયાન કેટલાક અપશબ્દોનો ઉપયોગ કર્યો એવું પણ કહેવાઈ રહ્યું છે. જે કેમેરામાં કેદ થયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમે ચેન્નાઈ સામે જીત માટે 174 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી સીએસકેએ 7મી ઓવર સુધીમાં સ્કોરને 70 પાર પહોંચાડી દીધો હતો. રચિન રવિન્દ્ર શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. એવું લાગતું નહતું કે આ તેમની આઈપીએલ કરિયરની પહેલી મેચ છે. રચિને 15 બોલમાં 3 છગ્ગા અને આટલા જ ચોગ્ગાની મદદથી 37 રનની તોફાની ઈનિંગ રમી. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 246.67નો રહ્યો. 7મી ઓવરના છેલ્લા બોલ પર જ્યારે રચિન એક મોટો શોટ રમવા ગયા તો ડીપ મિડ વિકેટની દિશામાં રજત પાટીદારના હાથે કેચ થઈ ગયા. કોહલીએ રચિનને આઉટ થતા સેન્ડ ઓફ આપ્યું. 

જુઓ વીડિયો....

— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 22, 2024

કેવો રહ્યો મુકાબલો
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુક્સાને 173 રન કર્યા. કેપ્ટન ફાફ ડુપ્લેસીએ 35 અને વિરાટ કોહલીએ 21 રન કર્યા. અંતમાં અનુજ રાવત અને દિનેશ કાર્તિકે લડખડાયેલી ટીમને ટ્રેક પર લાવતા 6ઠ્ઠી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર વધાર્યો. રાવતે 48 અને કાર્તિકે 38 રન કર્યા. 

174 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સીએસકેની ટીમને પણ સારી શરૂઆત મળી. આઈપીએલ ડેબ્યુ કરી રહેલા રચિન રવિન્દ્રએ 15 બોલ પર 37 રન કર્યા જ્યારે કેપ્ટન ઋતુરાજા ગાયકવાડે 15 રન કર્યા. ત્યારબાદ અજિંક્ય  રહાણેએ 27 જ્યારે ડેરિલ મિચેલે 22 રનની નાની પણ ઈમ્પેક્ટફૂલ ઈનિંગ રમી. અંતમાં દુબે અને જાડેજાની જોડીએ ફરી ધમાલ મચાવી. પાંચમી વિકેટ માટે 66 રનની અણનમ ઈનિંગ રમીને સીએસકેને જીતાડી દીધી. જાડેજાએ 25 તો દુબેએ 34 રન કર્યા. આઈપીએલ 2023ની ફાઈનલમાં આ જ જોડીએ ચેન્નાઈને જીત અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news