IPL 2024 Auction: આ ખેલાડી બન્યો IPL ના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, તમામ રેકોર્ડ તૂટ્યા, કિંમત જાણીને હોશ ઉડી જશે
Indian Premier League 2024 Auction Latest News: આ ઓક્શન માટે 333 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે. 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. જેમાંથી બે ખેલાડી એસોસિએટ દેશોના પણ છે. આ ઉપરાંત આ હરાજીમાં 116 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ સામેલ છે. મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીએ 77 સ્લોટ ભરવાના છે.
Trending Photos
Indian Premier League 2024 Auction Latest News: દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી થઈ રહી છે. પહેલીવાર દેશની બહાર આઈપીએલ ઓક્શન થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આઈપીએલના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ ઉપરાંત ગુજરાતી એવા હર્ષલ પટેલ ઉપર પણ પૈસાનો વરસાદ થયો છે.
મિની ઓક્શન દરિયાન સૌથી પહેલી બોલી રોવમેન પોવેલ પર લાગી. ત્યારબાદ હેરી બ્રુક અને ટ્રેવિસ હેડ જેવા સ્ટાર્સ પર પૈસાનો વરસાદ થયો. આ હરાજીએ અનેક ખેલાડીઓને કરોડપતિ બનાવી દીધા. આઈપીએલ 2024 ની આ મિની ઓક્શનમાં કયા ખેલાડીને કેટલી રકમ મળશે અને તે ખેલાડી કઈ ટીમમાં ગયો તેની વિગતો નીચે મુજબ છે...
સોલ્ડ ખેલાડીઓની યાદી
1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ)- 7.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ (બેસ પ્રાઈઝ 1 કરોડ)
2. હેરી બ્રુક (ઈંગ્લેન્ડ)- 4 કરોડ, દિલ્હી કેપિટલ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
3. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)- 6.80 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
4. વાનિંદુ હસારંગા (શ્રીલંકા)- 1.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 1.5 કરોડ)
5 રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ)- 1.80 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ: 50 લાખ)
6. શાર્દુલ ઠાકુર (ભારત)- 4 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ 2 કરોડ)
THE BIGGEST IPL BID EVER 😱
HISTORY CREATED here at the #IPLAuction
Australia's World Cup winning captain Pat Cummins is SOLD to @SunRisers for a HISTORIC INR 20.5 Crore 💰💰💰💰#IPL pic.twitter.com/bpHJjfKwED
— IndianPremierLeague (@IPL) December 19, 2023
7 અજમતુલ્લાહ ઉરમઝઈ (અફઘાનિસ્તાન) - 50 લાખ, ગુજરાત ટાઈટન્સ (બેસ પ્રાઈઝ- 50 લાખ)
8. પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)- 20.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
9. હર્ષલ પટેલ (ભારત)- 11.75 કરોડ, પંજાબ કિંગ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
The Punjab Kings have a valuable buy in the form of Harshal Patel for a whopping price of INR 11.75 Crore 🔥🔥#IPLAuction | #IPL pic.twitter.com/YNyDPOzaQk
— IndianPremierLeague (@IPL) December 19, 2023
10. ગેરાલ્ડ કોએત્ઝી (દક્ષિણ આફ્રીકા)- 5 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
11. ડેરિલ મિચેલ (ન્યૂઝીલેન્ડ)- 14 કરોડ- ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ- 1 કરોડ)
12. ક્રિસ વોક્સ (ઈંગ્લેન્ડ)- 4.20 કરોડ, પંજાબ કિંગ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
333 ખેલાડીઓ શોર્ટલિસ્ટ
આ ઓક્શન માટે 333 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે. 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. જેમાંથી બે ખેલાડી એસોસિએટ દેશોના પણ છે. આ ઉપરાંત આ હરાજીમાં 116 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ સામેલ છે. મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીએ 77 સ્લોટ ભરવાના છે. જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ છે.
અત્યાર સુધીના આઈપીએલના મોંઘા ખેલાડીઓ
1. સેમ કરન (18.50 કરોડ રૂપિયા)
આ અગાઉ ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન આઈપીએલ ઓક્શનમાં વેચાનારો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કરને આઈપીએલ 2023ની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. આ ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કુરેન હાલ પંજાબ કિંગ્સનો ભાગ છે.
2. કેમરીન ગ્રીન (17.50 કરોડ)
સેમ કુરેન બાદ ઓક્શનમાં સૌથી મોંઘો વેચાનારો ખેલાડી કેમરન ગ્રીન છે. ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ઓલરાઉન્ડરને મુંબઈ ઈંગ્ડિયન્સે 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગ્રીન આગામી આઈપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમતો જોવા મળશે. ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે ઓક્શન પહેલા ટ્રેડ કર્યો હતો.
3. બેન સ્ટોક્સ (16.25 કરોડ રૂપિયા)
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આઈપીએલ ઈતિહાસનો ચોથો સૌથી મોંઘો ખેલાડી છે. તેને આઈપીએલ 2023ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સે વર્કલોડ મેનેજમેન્ટના પગલે આગામી આઈપીએલ સીઝનથી હટવાનો નિર્ણય લીધો હતો.
4. ક્રિસ મોરિસ (16.25 કરોડ)
દક્ષિણ આફ્રીકના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલની હરાજીનો મોંઘો ખેલાડી બન્યો હતો. આઈપીએલ 2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે મોરિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે મોરિસે યુવરાજ સિંહને આ મામલે પાછળ છોડ્યો હતો. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો.
5. નિકોલસ પૂરન (16 કરોડ)
કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. પૂરને લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલની ગત હરાજીમાં 16 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. પૂરન આગામી આઈપીએલ સીઝનમાં પણ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે.
ભારતીય ખેલાડીઓમાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી છે. યુવરાજને દિલ્હી ડેર ડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો. જો કે યુવરાજ 2015ની સીઝનમાં કઈ કમાલ કરી શક્યો નહતો. તે 14 મેચમાં 19ની સરેરાશથી ફક્ત 248 રન કરી શક્યો. યુવરાજને પછીની સીઝન પહેલા જ ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કર્યો હતો. યુવરાજે હાલ તો ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે