પુલવામા હુમલા બાદ ઇમરાન ખાનની તસ્વીરોને ભારતમાં હટાવવી ખૂબ અફસોસજનકઃ PCB

વસીમે પોતાના નિવેદનમાં કહ્યું, અમારૂ હંમેશાથી માનવું રહ્યું છે કે, રમત અને રાજનીતિને અલગ રાખવા જોઈએ. 
 

પુલવામા હુમલા બાદ ઇમરાન ખાનની તસ્વીરોને ભારતમાં હટાવવી ખૂબ અફસોસજનકઃ PCB

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કહ્યું કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં કેટલાક સ્થળે પૂર્વ ખેલાડીઓની તસ્વીરો હટાવવી અફસોસજનક છે. પીસીબીએ કહ્યું કે, તે આ મુદ્દાને આગામી મહિને આઈસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઈ સમક્ષ ઉઠાવશે. રવિવારે મોડી રાત્રે જાહેર કરાયેલી નિવેદનમાં પીસીબીના મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાને કહ્યું કે, રમતે હંમેશા રાજકીય તણાવને ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઈસીસીની બેઠક દુબઈમાં યોજાવાની છે પરંતુ હજુ તેની તારીખ નક્કી નથી. 

વસીમે પોતાના નિવેદનમાં કહ્યું, અમારૂ હંમેશાથી માનવું રહ્યું છે કે, રમત અને રાજનીતિને અલગ રાખવા જોઈએ. ઈતિહાસ સાક્ષી છે કે રમત વિશેષ કરીને ક્રિકેટે હંમેશા લોકો અને દેશ વચ્ચેની ખીણને ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, સૌથી ઐતિહાસિક ક્રિકેટ ક્લબ અને સ્થળોમાંથી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વડાપ્રધાન ઇમરાન ખાન તથા અન્ય દિગ્ગજ ક્રિકેટરોની તસ્વીર હટાવવી કે પાડવી ખૂબ અફસોસજનક કાર્યવાહી છે. 

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ મુંબઈ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ ઈમરાનની તસ્વીર ઢાંકી દીધી જ્યારે પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી સ્ટેડિયમની અંદર વિભિન્ન સ્થાનો પર લાગેલી પાકિસ્તાની ક્રિકેટરોની તસ્વીરો હટાવી દીધી હતી. 

પીસીબીના મેનેજિંગ ડિરેક્ટરે આ સાથે સમર્થન કહ્યું કે, ભારતની પ્રોડક્શન કંપની આઈએમજી રિલાન્યસ પાકિસ્તાન સુપર લીગના બાકીના મેચોમાં પ્રોડક્શનથી પાછળ હટી ગઈ છે. પુલવામાં હુમલાના વિરોધમાં આઈએમજી રિલાયન્સે પીએસએલના સત્તાવાર પ્રોડક્શન ભાગીદારના રૂપમાંથી હટવાની જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news