INDvsSA: પ્રથમ દિવસની રમત પૂર્ણ, રોહિતની સદી, ભારત 202/0

આ મેચમાં ભારતીય ઓપનરોએ 24 ઈનિંગ બાદ સદીની ભાગીદારી કરી છે. છેલ્લે અફઘાનિસ્તાન  વિરુદ્ધ 2018મા બેંગુલુરૂમાં શિખર ધવન અને મુરલી વિજયે સદીની ભાગીદારી કરી હતી. 

INDvsSA: પ્રથમ દિવસની રમત પૂર્ણ, રોહિતની સદી, ભારત 202/0

વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિના વિકેટે 202 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે 59.1 ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 202 રન હતો. રોહિત શર્મા 115 અને મયંક અગ્રવાલ 84 રન બનાવી ક્રીઝ પર હતા. વરસાદને કારણે પ્રથમ દિવસે માત્ર 59.1 ઓવરની રમત શક્ય બની હતી. 

આ મેચમાં ભારતીય ઓપનરોએ 24 ઈનિંગ બાદ સદીની ભાગીદારી કરી છે. છેલ્લે અફઘાનિસ્તાન  વિરુદ્ધ 2018મા બેંગુલુરૂમાં શિખર ધવન અને મુરલી વિજયે સદીની ભાગીદારી કરી હતી. રોહિત ટેસ્ટમાં પ્રથમવાર ઓપનિંગ કરી રહ્યો હતો. તેણે કરિયરની ચોથી સદી ફટકારી હતી. રોહિતે 10 ઈનિંગ બાદ 100+નો સ્કોર બનાવ્યો છે. છેલ્લે તેણે 2017મા શ્રીલંકા વિરુદ્ધ સદી ફટકારી હતી. બીજીતરફ મયંક અગ્રવાલે કરિયરની ચોથી અડધી સદી ફટકારી છે. 

લંચ સુધી ભારતે બનાવ્યા હતા 91 રન
પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ લંચ સુધી વિના વિકેટે 91 રન બનાવ્યા હતા. રોહિત 52 અને મયંક 39 રન બનાવી ક્રીઝ પર હતા. ત્યારબાદ બીજા સત્રમાં ટી બ્રેક સુધી બંન્ને ખેલાડીઓએ 111 રન જોડ્યા હતા. આફ્રિકી બોલર એકપણ વિકેટ ઝડપવામાં અસફળ રહ્યાં હતા. 

દક્ષિણ આફ્રિકા એશિયામાં સતત 8મી ટેસ્ટમાં હાર્યું ટોસ 
દક્ષિણ આફ્રિકાની ટીમ એશિયામાં સતત 8મી ટેસ્ટમાં ટોસ જીતવામાં નિષ્ફળ રહી હતી. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો મુકાબલો અને બીજી ટેસ્ટ સિરીઝ છે. આ પહેલા ભારતે બંન્ને ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હાલ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. 

ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી કેપ્ટન, અજિંક્ય રહાણે વાઇસ કેપ્ટન, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋધ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા

દક્ષિણ આફ્રિકા : ફાફ ડુપ્લેસિસ કેપ્ટન, ટેમ્બા બવુમા વાઇસ કેપ્ટન, થિયુનિસ ડિ બ્રૂયુન, કિંટન ડિકોક, ડીન એલ્ગર, કેશવ મહારાજ, એડિન માર્કમ, સેનુરૈન મુથુસ્વામી, વર્નેન ફિલેન્ડર, ડેન પિડ્ટ, કગીસો રબાડા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news