ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વચગાળાનો કોચ બન્યો રમેશ પોવાર
40 વર્ષનો રમેશ પવારે ભારત માટે બે ટેસ્ટ અને 31 વનડે મચે રમી છે.
Trending Photos
મુંબઈઃ ભારતના પૂર્વ ઓફ સ્પિનર રમેશ પોવારને રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમના વચગાળાના કોચ બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ જ્યાં સુધી તુષાર અરોઠેનો યોગ્ય વિકલ્પ ન શોધે ત્યાં સુધી પોવાર ટીમ સાથે જોડાયેલો રહેશે.
સીનિયર ખેલાડીઓની સાથે મતભેદ બાદ અરોઠેએ રાજીનામું આપવું પડ્યું હતું. સીનિયર ખેલાડી બરોડાના આ પૂર્વ ઓલરાઉન્ડરના કોચિંગની રીતથી ખૂશ ન હતી.
પોવાર મહિલા ટીમની શિબિરથી જોડાશે, જેની શરૂઆત 25 જુલાઈથી બેંગુલુરૂમાં થશે. બીસીસીઆઈએ પહેલા જ કોચ માટે આવેદનપત્ર મંગાવ્યા છે, જેની અંતિમ તારીખ 20 જુલાઇ છે.
પોવારે પીટીઆઈને કહ્યું, મને જે જવાબદારી આપવામાં આવી છે તેની ખુશી છે અને તેને (મહિલા ટીમને) આગળ વધારવા માટે મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.
ચાલીસ વર્ષીય પોવારે ભારત તરફથી બે ટેસ્ટમાં છ, જ્યારે 31 વનડેમાં 34 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 148 મેચમાં 470 વિકેટ ઝડપી છે.
જાણવા મળ્યું કે, પોવારને પોતાના વચગાળાના કોચ તરીકેની જાણકારી ક્રિકેટ બોર્ડ પાસેથી રવિવારે મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે