મિદનાપુર પહોંચીને વડાપ્રધાને મમતા દીદીનો આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે બંગાળના મુખ્યમંત્રી બેનર્જી પર સિન્ડિકેટના નામે ગેંગ ચાવવાનો આરોપ લગાવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તૃણમુલ કોંગ્રેસનાં ગઢ મિદનાપુરમાં ખેડૂતોની રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા. તેમણે અહીં સભા સંબોધિત કરતા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું અહીં આવીને તમારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરૂ છું. હું મમતા દીદીનો હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું. તેમણે કહ્યું કે, મારા સ્વાગતમાં તેમણે પોતાની પાર્ટીના ઝંડાઓ લગાવ્યા છે. મારા સ્વાગત માટે તેમણે પોતાના હાથ જોડેલા હોર્ડિંગ લગાવી દીધા. અમારી સરકારે એટલું સારૂ પગલું ભર્યું છે કે મમતા બેનર્જી પોતે અમારૂ સ્વાગત કરી રહ્યા છે.
સોમવારે પશ્ચિમ બંગાળનાં મિદનાપુરમાં વડાપ્રધાન મોદીની રેલીનું આયોજન કરવામાં આવ્યું. અહીં સભા સ્થળને તૃણમુલ કાર્યકર્તાઓએ પોતાની પાર્ટીનાં ઝંડા અને બેનરોથી ઘેરી લીધું હતું. તે અંગે વડાપ્રધાન મોદીએ વ્યંગ કરતા મમતાદીદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, સરકાર માત્ર એમએસપીની વાત કરતી હતી, અણે તે એમએસપીમાં ઐતિહાસિક વધારો કર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકારે બાંસ અંગેના નિયમો બદલ્યા છે. પહેલાની સરકાર તેને વૃક્ષ માનતી હતી. તેને કાપી શકાતો નહોતો. પરંતુ અમે નિયમ બદલ્યો છે. હવે ખેડૂતો વાંસ ઉગાડી પણ શકે છે અને કાપી પણ શકે છે. આપણે દર વર્ષે હજારો કરોડો રૂપિયાના વાંસ આયાત કરવા પડે છે. પરંતું આપણે વાંસની ખેતી કરીને આ સ્થિતીને બદલી શકીએ છીએ.
તૃણમુલ સરકાર પર કર્યો હૂમલો
વડાપ્રધાને રેલીમાં મમતા બેનર્જી સરકાર પર પણ હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ અહીં કહ્યું કે એક સિન્ડિકેટ ચાલી રહી છે. આ સિન્ડિકેટ છે વસુલીની. પોતાનાં વિરોધીઓની હત્યાની. ખેડૂતોને તેમનો હક નહી આપવાની. આજ પશ્ચિમ બંગાળમાં લોકો મુશ્કેલીમાં છે. અહીં પુજા પણ મુશ્કેલ છે. બંગાળમાં સિંડિકેટ વગર કંઇ પણ થઇ શકતું નથી. નવા માર્ગ બનાવવા હોય, શાળા બનાવવી હોય, કંપની ખોલવી હોય, સિંડિકેટમાં ચડાવો ધર્યા વગર અહીં કંઇ પણ નહી થાય. અહીં માર્ગનું કામ માટે પણ સિંડિકેટની મંજુરી જોઇશે.
બંગાળની પંચાયતી ચૂંટણીની હિંસાની યાદ અપાવી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંગાળમા સિન્ડિકેટના જોર અને જુલમ વચ્ચે આતંક અને હિંસાની વચ્ચે અહીંની જનતાએ જે પ્રકારે અમારૂ સમર્થન કર્યું છે, તેને હું નમન કરુ છું. હું મારા બંગાળના સાહસિક કાર્યકર્તાઓને ખુબ જ શુભકામનાઓ પાઠવું છું. કેન્દ્ર રાજ્યને જે પૈસા આપી રહ્યું છે, શું તેનો સંપુર્ણ ખર્ચ થાય છે કે નહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આ ધરતી દેશભક્તોની ધરતી છે. અહીની સરકારનો લોકશાહીમાં ભરોસો નથી. તે કોઇ પણ વસ્તુને માનતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે