એશિઝઃ સ્પૈકસેવર્સ કંપની જૈક લીચને આજીવન ફ્રી આપશે ચશ્મા, સ્ટોક્સ સાથે કરી હતી વિજયી ભાગીદારી

એશિઝઃ સ્પૈકસેવર્સ કંપની જૈક લીચને આજીવન ફ્રી આપશે ચશ્મા, સ્ટોક્સ સાથે કરી હતી વિજયી ભાગીદારી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એક વિકેટઝી જીત મેળવી હતી. હેડિંગ્લેમાં રમાયેલા આ મુકાબલામાં ઈંગ્લેન્ડને જીત માટે 359 રનનો લક્ષ્ય મળ્યો હતો. ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડ એક સમયે 286 રન પર 9 વિકેટ ગુમાવી ચુક્યુ હતું. ત્યારબાદ 11મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા જૈક લીચે બેન સ્ટોક્સની સાથે અંતિમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. લીચે 17 બોલ પર 1 રન બનાવ્યા હતા. બંન્નેએ મળીને ટીમને જીત અપાવી હતી. 

લીચની સાહસિક ઈનિંગની પ્રશંસા પૂર્વ ક્રિકેટરોએ પણ કરી હતી. સિરીઝના ટાઇટલ સ્પોન્સર સ્પૈકસેવર્સે લીગને આજીવન ફ્રી ચશ્મા આપવાની જાહેરાત કરી હતી. સ્પૈકસેવર્સે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે. સ્પૈકસેવર્સે એક બીજા ટ્વીટમાં લખ્યું, 'શું કોઈ જૈક લીચના એજન્ટને જાણે છે.' આ જીતની સાથે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. 

ઈંગ્લેન્ડે ટેસ્ટમાં પોતાનો સૌથી મોટો લક્ષ્ય હાસિલ કર્યો
ઈંગ્લેન્ડે આ મેચમાં પોતાના ટેસ્ટ ઇતિહાસનો સૌથી મોટો લક્ષ્ય હાસિલ કર્યો છે. આ પહેલા ઈંગ્લિશ ટીમે 1928/29મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝમાં 332 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. એશિઝ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ હતો. આ પહેલા 1948મા ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 404 રનનો ટાર્ગેટ હાસિલ કર્યો હતો. ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં સૌથી મોટા ચેઝનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે છે. વિન્ડીઝે 2003મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 418 રનના લક્ષ્યને ચેઝ કર્યો હતો. 

96 વર્ષ બાદ એક વિકેટથી જીત્યું ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડના ટેસ્ટ ઈતિહાસમાં આ ચોથી ઘટના છે જ્યારે અંતિમ બે ખેલાડીઓએ તેને જીત અપાવી છે. છેલ્લે 1922/23મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક વિકેટે જીત મેળવી હતી. એટલે કે આશરે 96 વર્ષ બાદ ઈંગ્લેન્ડને એક વિકેટથી મેચમાં જીત મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news