વર્લ્ડકપની મેચમાં ભારતને કેમ મળ્યા મફતના 5 રન? શું બધી મેચમાં મળશે આવો લાભ?

T20 World Cup 2024: વર્લ્ડકપમાં ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં કંઈ એવું બન્યું જે આજ સુધી ક્યારેય નહોંતુ બન્યું. આ ઘટનાને લઈને ખુદ અમેરિકાનો કેપ્ટન અને એમની આખી ટીમ બગવાઈ ગઈ હતી.

વર્લ્ડકપની મેચમાં ભારતને કેમ મળ્યા મફતના 5 રન? શું બધી મેચમાં મળશે આવો લાભ?

What is stop clock rule in T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે. તેના 3 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે. બીજી તરફ અમેરિકાના 3 મેચમાં 2 જીત અને 1 હાર બાદ 4 પોઈન્ટ છે. ભારત ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમશે. તે જ સમયે, અમેરિકાએ 14 જૂને આયર્લેન્ડ સામે રમવાનું છે.

અર્શદીપ-સૂર્યકુમાર અને શિવમ જીત્યા-
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અર્શદીપ સિંહની કિલર બોલિંગને કારણે ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 20 ઓવરમાં 110/8ના સ્કોર પર રોકી દીધું. અર્શદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. સૂર્યકુમાર યાદવના અણનમ 50 અને શિવમ દુબેના અણનમ 31 રનની મદદથી ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ICCના નવા નિયમે USAના રંગ બગાડ્યા, ટીમ ઈન્ડિયાને મફતમાં 5 રન કેમ મળ્યા? સંપૂર્ણ નિયમો જાણો...

5 રનની પેનલ્ટી લગાવવામાં આવી છે-
આ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. 15મી ઓવર બાદ અચાનક જ ભારતના દાવમાં 5 રન જોડાઈ ગયા હતા. આ જોઈને બધાને નવાઈ લાગી. બ્રોડકાસ્ટરે તરત જ માહિતી આપી કે અમેરિકાને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસીના નવા નિયમોના કારણે આવું બન્યું છે. અમેરિકાના એક્ટિંગ કેપ્ટન એરોન જોન્સ આ વાત સમજી શક્યા નહીં. તેણે અમ્પાયરોને ભૂલ વિશે પૂછ્યું અને પછી શાંત થઈ ગયો.

શું છે ICCનો નવો નિયમ?
T20 વર્લ્ડ કપ 2024માં મેચની ગતિ જાળવી રાખવા માટે ICCએ સ્ટોપ ક્લોકનો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ, જો કોઈ ટીમ બે વખત ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લે છે, તો તેને નુકસાન સહન કરવું પડશે. અમ્પાયર બે ભૂલો પછી ચેતવણી આપે છે અને ત્રીજી ભૂલ પર 5 રનનો દંડ ફટકારે છે. આ ભૂલ અમેરિકાને મોંઘી પડી અને ભારતને 5 રન મફતમાં મળ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news