પાકિસ્તાન માટે 400 વિકેટ ઝડપનાર આ ફાસ્ટ બોલરે ક્રિકેટને કહ્યું અલવિદા


ટી20 વિશ્વકપ 2009મા પાકિસ્તાનને જીત મળી હતી અને તેમાં ગુલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોલર તરીકે નેશનલ ટી20 કપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે. 
 

પાકિસ્તાન માટે 400 વિકેટ ઝડપનાર આ ફાસ્ટ બોલરે ક્રિકેટને કહ્યું અલવિદા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમર ગુલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તે આગળ પોતાનું કરિયર કોચિંગમાં બનાવવા ઈચ્છે છે. ઉમર ગુલે પાકિસ્તાન માટે 47 ટેસ્ટ, 130 વનડે અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટી20 વિશ્વકપ 2009મા પાકિસ્તાનને જીત મળી હતી અને તેમાં ગુલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોલર તરીકે નેશનલ ટી20 કપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે. 

નેશનલ ટી20 કપનું આયોજન મુલ્તાન અને રાવલપિંડીમાં 30 સપ્ટેમ્બરથી રમાશે અને તેનું સમાપન 18 ઓક્ટોબરે થશે. આ ટૂર્નામેન્ટમાં ઉમર ગુલ બલૂચિસ્તાન ફર્સ્ટ ઇલેવન તરફથી રમશે. તે ટીમમાં ખેલાડીની સાથે-સાથે મેન્ટરની પણ ભૂમિકા ભજવશે. ઉમર ગુલે પોતાના પ્રોફેશનલ કરિયરને આગળ વધારવા માટે નિવૃતીનો નિર્ણય લીધો છે. 

ઉમર ગુલે 2003થી લઈને 2016 સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું અને આ દરમિયાન તેણે કુલ 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ બાદ ઉમર ગુલ પાકિસ્તાન ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી રહ્યો હતો. તેણે આઈપીએલની પ્રથમ સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રમ્યો હતો. 2009મા પાકિસ્તાની ટી20 વિશ્વકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યા બાદ તે દુનિયાભરમાં ક્રિકેટ લીગનો ભાગ બન્યો હતો. 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું નિધન, આઈપીએલ કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા   

ઉમર ગુલે હાલમાં ક્રિકેટ પાકિસ્તાનની સાથે એક ઈન્ટરવ્યૂમા કહ્યુ હતુ કે તે નિવૃતી બાદ કોચ બનવા ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે હું કંઈ ચોક્કસપણે ન કહી શકું, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ કોચિંગમાં હાથ અજમાવીશ. મેં લેવલ વન અને લેવલ ટૂનો કોર્સ કર્યો છે અને જલદી લેવલ થ્રીનો કોર્સ કરીશ. ઉમર ગુલે કહ્યુ હતુ કે, મને જે ડિપાર્ટમેન્ટ તરફથી પગાર મળે છે તેનાથી મારો ખર્ચ થઈ જાય છે, પરંતુ ઈમાનદારીથી કહું તો ડોમેસ્ટિક ક્રિકેટમાં જે આવક થાય છે, તેનાથી પરિવારનો ખર્ચ પૂરો થતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news