World Cup પહેલા પત્ની અનુષ્કા શર્મા સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે વિરાટ
સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસ્વીરો શેર કરી રહ્યાં છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા ગોવામાં એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપનો પ્રારંભ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી થવા જઈ રહ્યો છે. વિશ્વકપ શરૂ થવામાં હવે માત્ર 15 દિવસનો સમય બાકી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો પ્રમાણે વિરાટ અને અનુષ્કા હાલમાં ગોવામાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ફેન્સે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા પોતાના કોઈ મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં એક ઈન્ટરવ્યૂ દરિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે ટીમ 30 મેથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે સંપૂર્ણ પણે તૈયાર છે.
@AnushkaSharma & @imVkohli while in Goa 💛📸 #Virushka pic.twitter.com/XMTOywcxFG
— Anushka Sharma News (@AnushkaNews) May 15, 2019
કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, મને લાગે છે કે અમે તૈયારી પૂરી કરી લીધી છે. હવે છેલ્લી વસ્તુ બાકી છે રવાના થવાની. તમે તે 15 ખેલાડીઓ ઈચ્છો છો જે ગમે ત્યારે અમે ગમે ત્યાં રમી શકે.
@AnushkaSharma & @imVkohli heading to Delhi post a mini vacay in Goa 💕🎥 #Virushka pic.twitter.com/YpJ83yxRjM
— Anushka Sharma News (@AnushkaNews) May 11, 2019
તેવામાં વિરાટ કોહલી રિલેક્સ મૂડની સાથે અને આઈપીએલના વ્યસ્ત કાર્યક્રમ બાદ રિલેક્સ થવા માટે ગોવા પહોંચી ગયો છે.
સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. ગોવા એરપોર્ટથી પણ ફેન્સે વિરાટ અને અનુષ્કાની ઘણી તસ્વીરો શેર કરી છે.
@AnushkaSharma & @imVkohli at Goa airport last night 💕🎥 #Virushka pic.twitter.com/9lXW2vwGef
— Anushka Sharma News (@AnushkaNews) May 12, 2019
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા પણ પોતાની પત્ની અને પરિવારની સાથે માલદીવ્સમાં સમય પસાર કરી રહ્યો છે. હાલમાં રોહિતે આઈપીએલમાં પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વખત ચેમ્પિયન બનાવી હતી. તો ભારત વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂનથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમીને કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે