India vs Australia: સચિનનો આ રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી
કોહલીએ અત્યાર સુધી વનડે મેચમાં 43 સદી ફટકારી છે, તેમાંથી 19 સદી ભારતમાં ફટકારી છે. જ્યારે સચિને ભારતીય મેદાન પર 20 સદી ફટકારી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લગભગ દરેક મેચમાં કોઈને કોઈ રેકોર્ડની નજીક પહોંચવાનો હોય છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝમાં કોહલીની પાસે ઘરેલૂ ધરતી પર સૌથી વધુ વનડે સદીના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાની તક હશે.
50 ઓવરના ફોર્મેટમાં તેંડુલકરે 49 સદી ફટકારી છે. તેમાંથી 20 તેમણે ભારતીય મેદાનો પર બનાવી છે. કોહલીએ પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 43 સદી ફટકારી છે, જેમાંથી 19 સદી ઘરેલૂ મેદાન પર બનાવી છે. વાનખેડેમાં તેની પાસે સચિનના રેકોર્ડની બરોબરી કરવાની તક હશે. કોહલી જો આ સિરીઝમાં એકથી વધુ સદી ફટકારે તો તે સચિનથી આગળ નિકળી જશે.
કોહલી હાલમાં સૌથી ઓછી ઈનિંગમાં કેપ્ટનના રૂપમાં 11000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેણે શ્રીલંકા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી.
ત્રણ વનડે મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે મુંબઈમાં રમાશે. ત્યારબાદ 17 તારીખે રાજકોટ અને 19ના બેંગલુરૂમાં સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાશે.
India vs Australia: રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે સિરીઝ
મંગળવારે આ મેચ પહેલા પત્રકાર પરિષદમાં કોહલીએ તે પણ કહ્યું હતું કે, તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
વિરાટે કહ્યું, 'જુઓ, અમે અહીં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચુક્યા છીએ. જે રીતે તે મેચ થઈ તેને લઈને અમે ખુશ છીએ. તે કોઈપણ ટેસ્ટ સિરીઝનું એક રોમાંચક અંગ બની ચુક્યું છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે