પાક ખેલાડી શોએબ અખ્તરે કરી હતી આર્ચરની ટીકા, યુવરાજ સિંહે આપ્યો રસપ્રદ જવાબ

લોર્ડ્સના મેદાન પર મેચના ચોથા દિવસે આર્ચરના સ્પેલમાં સ્મિથ બે વાર ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમવાર બોલ તેના હાથ જ્યારે બીજીવાર ડોક પર વાગ્યો હતો. 

પાક ખેલાડી શોએબ અખ્તરે કરી હતી આર્ચરની ટીકા, યુવરાજ સિંહે આપ્યો રસપ્રદ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોમવારે હળવી શૈલીમાં શોએબ અખ્તરને યાદ અપાવ્યું કે બાઉન્સર પર બેટ્સમેનને ઈજા થયા બાદ તેનું વલણ કેવુ હતું. 

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે બીજી એશિઝ ટેસ્ટ દમરિયાન સ્ટીવ સ્મિથના બાઉન્સર વાગ્યા બાદ તે નિચે પડ્યો થતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની સ્થિતિ ન જાણવા માટે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ફટકાર લગાવી હતી. 

અખ્તરે રવિવારે ટ્વીટ કહ્યું, 'બાઉન્સર રમતનો ભાગ છે પરંતુ જ્યારે બોલ બેટ્સમેનના માથા પર વાગે છે અને તે નીચે પડી જાય છે તો તે સૌજન્ય છે કે બોલર તેની સ્થિતિ વિશે જાણે. આ આર્ચરે સારૂ કર્યું નથી જ્યારે સ્મિથ દુખાવાથી પીડાતો હતો ત્યારે તે ત્યાથી ચાલ્યો ગયો હતો. હું હંમેશા પહેલા બેટ્સમેન પાસે પહોંચતો હતો.'

— Shoaib Akhtar (@shoaib100mph) August 18, 2019

યુવરાજે તેના જવાબમાં અખ્તરને ટ્વીટ કર્યું, 'હા, તમને પૂછતા હતા. પરંતુ તમારા વાસ્તવિક શબ્દો હતા કે તમે સારા હશો કારણ કે કેટલાક વધુ આવવાના છે.'

— yuvraj singh (@YUVSTRONG12) August 19, 2019

યુવરાજે આ સાથે એક નાની વીડિયો ક્લિપ પણ પોસ્ટ કરી છે, જેમાં પાત્રો હસ્તા દેખાઈ રહ્યાં છે. 

મહત્વનું છે કે લોર્ડ્સના મેદાન પર મેચના ચોથા દિવસે આર્ચરના સ્પેલમાં સ્મિથ બે વાર ઈજાગ્રસ્ત થયો હતો. પ્રથમ વખત બોલ તેના હાથ પર વાદ્યો જ્યારે બીજીવાર ડોક પર વાગ્યો હતો. સ્મિથ જ્યારે 80 રન બનાવી રમી રહ્યો હતો ત્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની 92.3 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ફેંકવામાં આવેલો બોલ તેના ડોક અને માથા વચ્ચે વાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર થયો હતો. પરંતુ 46 મિનિટ બાદ ફરીથી મેદાન પર ઉતર્યો અને 92 રન બનાવી ક્રિસ વોક્સના બોલ પર LBW આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news