કૃષિ મંત્રી વાતચીત માટે તૈયાર પરંતુ કિસાનોએ ટાળ્યો નિર્ણય, કોંગ્રેસ ખખડાવશે રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો

Farmers protest latest news:  રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તથા સાંસદ 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બે કરોડ હસ્તાક્ષકો સાથે મેમોરેન્ડમ સોંપશે જેમાં કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવાની વિનંતી કરવામાં આવશે. 
 

કૃષિ મંત્રી વાતચીત માટે તૈયાર પરંતુ કિસાનોએ ટાળ્યો નિર્ણય, કોંગ્રેસ ખખડાવશે રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાના સમર્થન અને વિરોધમાં સાથ મેળવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર જ્યાં દરરોજ એવા કિસાન સંગઠનોને મળી રહી છે જે કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. તો આંદોલનકારી કિસાન સંગઠનોના સમર્થનમાં પણ કમી નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, સરકાર હજુ પણ પ્રદર્શન કરી રહેલા યૂનિયનો સાથે વિવાદના તમામ મુદ્દા પર ચર્ચા જારી રાખવા ઈચ્છુક છે. કિસાન યૂનિયનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર નિર્ણય બુધવાર સુધી ટાળી દીધો છે. કિસાન ત્રણેય કાયદાને પરત લેવાની માગ પર અડિગ છે. બીજીતરફ રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તથા સાંસદ 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બે કરોડ હસ્તાક્ષરો સાથે મેમોરેન્ડમ સોંપશે જેમાં કેન્દ્રીય કૃષિ કાયદાને રદ્દ કરવાની વિનંતી કરવામાં આવશે. 

કેટલાક સંગઠનોએ કર્યુ કાયદાનું સમર્થન
મંગળવારે કૃષિ મંત્રીએ કેટલાક કિસાન સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તોમરે મંગળવારે કહ્યુ કે, ઘણા કિસાન યૂનિયનોના લોકોએ કોઈ ફેરફાર કર્યા વગર નવા કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. મુલાકાત બાદ ઈન્ડિયન કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી રામ કુમાર વાલિયાએ કહ્યુ કે, 90 ટકા કિસાનોએ કાયદો વાંચ્યો નથી. તો આંદોલનકારી કિસાન નેતા કુલવંત સિંહ સંધૂએ આરોપ લગાવ્યો કે તે નકલી સંગઠન બનાવી લાવી રહ્યાં છે. 

કિસાન યૂનિયનોએ બુધવાર સુધી ટાળ્યો નિર્ણય
કિસાન નેતા કુલવંત સિંહ સંધૂએ દિલ્હીની સિંધુ બોર્ડર પર સંવાદદાતા સંમેલનને સંબોધિત કર્યુ હતું. તેમણે કહ્યું કે, પંજાબના 32 કિસાન યૂનિયનોએ બેઠક કરી અને આગળના પગલા માટે ચર્ચા કરી. દેશભરના કિસાન નેતાઓની એક બેઠક બુધવારે યોજાશે, જ્યાં વાતચીત માટે સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. સંધૂએ કહ્યું કે, તે બ્રિટનના સાંસદોને પણ પત્ર લખશે અને તેમને આગ્રહ કરશે કે તે 26 જાન્યુઆરીએ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ ન થવા માટે પોતાના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પર દબાણ વધારે. જોનસન આગામી મહિને થનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. 

કેન્દ્રીય કૃષિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે રવિવારે 40 કિસાન યૂનિયનોના નેતાઓને પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તે (કિસાન) કાયદામાં સંશોધનના પહેલાના પ્રસ્તાવ પર પોતાની ચિંતાઓ સ્પષ્ટ કરે. આગામી તબક્કાની વાતચીત માટે કોઈ સુવિધાનજક તારીખ નક્કી કરે જેથી ચાલી રહેલ આંદોલનને જલદી સમાપ્ત કરી શકાય. 

નવા યુગની શરૂઆત કરશે કેન્દ્રીય કૃષિ કાયદોઃ તોમર
તોમરે મંગળવારે કહ્યુ કે, નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2022 સુધી કિસાનોની આવક બમણી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું, મંત્રીએ ફરી કહ્યુ કે, નવા કૃષિ કાયદા કિસાનોના હિતમાં બનાવવામાં આવ્યા છે અને તેનાથી ભારીતય કૃષિ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થશે. સરકારે કિસાન યૂનિયનોની સાથે ઘણા તબક્કાની વાર્તા કરી છે અને ખુલા મગજની સાથે તમામ વિવાદાસ્પદ મુદ્દો પર ચર્ચા યથાવત રાખવા ઈચ્છુક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news