CM રૂપાણીની IMAના તબીબોને અપીલ, કોરોનાની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવો

ગુજરાતમાં કોરોનાનું સામ્રાજ્ય સતત વિકસી રહ્યું છે. કોરોનાના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે તેવું કહી શકાય. આવામાં સારવાર માટે વધુ તબીબોની જરૂર પડી શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે.  

CM રૂપાણીની IMAના તબીબોને અપીલ, કોરોનાની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનું સામ્રાજ્ય સતત વિકસી રહ્યું છે. કોરોનાના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જઈ રહ્યો છે તેવું કહી શકાય. આવામાં સારવાર માટે વધુ તબીબોની જરૂર પડી શકે છે. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે.  

મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિવિધ જિલ્લા મથકોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા આઇ.એમ.એના તબીબો સાથે વાતચીત કરી હતી. સાથે જ તેમની સેવાઓ અને સહયોગ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મળે તે માટે પરામર્શ કર્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો. કેતન દેસાઇએ પણ વિવિધ જિલ્લા મથકોએ રહેલા તેમના એસોસિએશનના સભ્ય તબીબો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીની આ અપીલનો ત્વરીત પ્રતિસાદ આપવા માર્ગદર્શન આપ્યું હતું. 

મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, કોવિડ–૧૯ નિયંત્રણ દેખરેખ અને સારવાર સંકલનના રાજ્ય કક્ષાના ખાસ અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ, આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિ અને અગ્રણી તબીબો આ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.

તો બીજી તરફ, અમદાવાદીઓ માટે મોટા સમાચાર એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડીનોટિફાઇ કરવામાં આવી છે. બોડીલાઇન હોસ્પિટલ-પાલડી, સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમરોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ, તપન હોસ્પિટલ- રખિયાલ બાપુનગર એમ ચાર ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ડિનોટિફાઇ કરાઇ છે. આ ચારેય હોસ્પિટલની કામગીરી સંતોષકારક ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ડિનોટિફાઇ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news