વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ

કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.
વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું છે અત્યંત જોખમી, તબીબોએ આપ્યું કારણ

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે.

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહોંચ્યું 

ફેફસાંના નિષ્ણાત ડોક્ટરના કહેવા પ્રમાણે, માસ્ક સાથે વર્કઆઉટ ન જ કરાય. અમદાવાદના લો ગાર્ડન નજીક વર્કઆઉટ કરનારા કેટલાક લોકો સાથે ઝી ચોવીસ કલાકે વાત કરી, તો તેઓએ પણ એ વાત સ્વીકારી કે માસ્ક પહેરીને વર્કઆઉટ કરવું મુશ્કેલ પડે છે. સામાન્ય સંજોગોમાં જે શ્વાસ લેવાય છે, વર્કઆઉટ સમયે માસ્ક હોવાથી લઇ શકાતો નથી. વર્ક આઉટ સમયે શરીરને ઓક્સિજનની જરૂરિયાત વધારે હોય છે. પણ માસ્ક હોવાથી તે લઇ શકાતો નથી. આના પરિણામે ઘણીવાર અનિચ્છાએ વર્કઆઉટ ટૂંકાવી દેવું પડે છે.

દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...

અમદાવાદના જાણીતા ફેફસાંના નિષ્ણાત વૈશલ શેઠના જણાવ્યા પ્રમાણે, કોઇ પણ પ્રકારનું વર્કઆઉટ કરતી વખતે માસ્ક પહેરી શકાય નહિ અને ખાસ કરીને એન-95 માસ્કનો ઉપયોગ વર્કઆઉટ સમયે ક્યારેય ન કરવો. ડોક્ટરના કહેવા પ્રમાણે જ્યારે વર્કઆઉટ કરતા હોઇએ ત્યારે શરીરમાં લોહીનુ પરિભ્રમણ ઝડપી થાય છે અને આ માટે શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. વર્કઆઉટ દરમિયાન માસ્ક પહેર્યો હોવાથી શરીરમાંથી ઉશ્વાસ રૂપે બહાર નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી શરીરમાં જાય છે, જેના કારણે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનુ પ્રમાણ વધવા લાગે છે અને વ્યક્તિને ચક્કર આવવા તથા માથું દુખાવાની સમસ્યા સર્જાઇ શકે છે. ઘણા કિસ્સાઓમાં વ્યક્તિના ફેફસા ફેલ થવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે. જો કાર્ડિયક કે ડાયાબિટીસના દર્દીઓ વર્ક આઉટ કરવું ફરજીયાત હોય તો તેમણે પોતાના નિવાસ સ્થાને જ કોઇ વ્યવસ્થા કરવી જોઇંએ.

કોરોનાથી બચવા માસ્ક પહેરવો ફરજિયાત છે, તો ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગો માટે મોર્નિગ વોક કે વર્કઆઉટ જરૂરી છે. પણ માસ્ક સાથે વર્કઆઉટ ન કરવાની ડોક્ટર સલાહ આપે છે. આવા સમયમાં એથલિટ તથા ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગોના દર્દીઓ માટે માસ્ક માથાનો દુખાવો બન્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news