સૌરાષ્ટ્ર યુનિવર્સિટી News

પેપર લીકમાં મોટો ધડાકો, સૌરાષ્ટ્ર યુનિ.નું પેપર પણ સૂર્યા ઓફસેટમાં છપાયુ હતું
વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યુ (paper leak) અને રદ્દ (exam cancel) થઈ ગયું. આ વખતે જે પેપર ફૂટ્યું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ની પરીક્ષાનું છે અને આ પેપર પણ હેડ ક્લાર્ક પરીક્ષા (head clerk paper leak) થી ચર્ચામા આવેલી સૂર્યા ઑફસેટમાં જ છપાયું હતું. પેપર લીક કરનાર ક્લાર્ક સહિત આઠની અટકાયત કરવામાં આવી છે.રાજકોટની ગીતાંજલી અને અમરેલીના બાબરાની એક કોલેજમાં આ પેપર ફૂટ્યું હતું. ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com. સેમેસ્ટર ત્રણનું અર્થશાસ્ત્રનું પેપર હતું. જે પરીક્ષા પહેલા જ રાજકોટની ગીતાંજલિ કોલેજના ગ્રુપમાં ફૂટી ગયું. આમ આદમી પાર્ટીએ પેપર ફૂટ્યાની ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે 10 વાગ્યે પેપર હતું પરંતુ ગ્રુપમાં પેપર સવારે 9 વાગ્યેને 11 વાગ્યે જ લીક થઈ ગયું હતું. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યાંથી પેપર લીક થયું, સિસ્ટમમાં ક્યાં ખામી રહી ગઈ કે, પરીક્ષા આપનારા 58 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું.
Dec 24,2021, 11:58 AM IST
ગુજરાતના શિક્ષણ પર વધુ એક કલંક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.COM ની પરીક્ષાનું પેપર ફૂ
Dec 24,2021, 9:14 AM IST
મનમાં આત્મહત્યાના વિચાર આવે તો સૌથી પહેલા કરો આ કામ
Sep 11,2021, 8:26 AM IST

Trending news