ખતરો ટળ્યો નથી! દક્ષિણ-મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, રોડ-રસ્તા, ઘર, મકાન અને ખેતરો બેટ બન્યા!

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ફરી એકવાર પહેલાના જેવા દ્રશ્યો નિર્માણ થતાં જોવા મળી રહ્યા છે. ધરમપુર તાલુકાના ધરમપુરનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. તો એસ.ટી.બસ ડેપોની બહાર પાણી ભરાઈ ગયા.

ખતરો ટળ્યો નથી! દક્ષિણ-મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, રોડ-રસ્તા, ઘર, મકાન અને ખેતરો બેટ બન્યા!

Gujarat Forecast Latest News: ઉત્તર અને અમદાવાદમાં આભ ફાટ્યું. તો દક્ષિણમાં દેનાધન અને મધ્યમાં પણ મુશળધાર વરસાદથી રોડ-રસ્તા, ઘર, મકાન અને ખેતરો બેટ બની ગયા. તો ભારે વરસાદથી અનેક જળાશયો અને ડેમ છલોછલ થઈ જતાં અન્નદાતા આનંદીત થઈ ઉઠ્યા. દક્ષિણ ગુજરાતમાં દેધનાધન વરસાદની ફરી એક ઈનિંગ શરૂ થઈ ગઈ છે, આ નવી ઈનિંગ મેધરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દેનાધન વરસાદમાં સુરતનો હરીપુરા કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નવસારીમાં પણ વરસાદ માહોલ વચ્ચે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ફરી એકવાર પહેલાના જેવા દ્રશ્યો નિર્માણ થતાં જોવા મળી રહ્યા છે. ધરમપુર તાલુકાના ધરમપુરનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. તો એસ.ટી.બસ ડેપોની બહાર પાણી ભરાઈ ગયા. સ્ટેટ હાઈવેની સાથે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. 

દક્ષિણ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્યગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા. ડાકોરમાં ભારે વરસાદથી મંદિરની બહાર પાણી ભરાઈ ગયા...તો કપડવંજમાં એક કલાકમાં 3 ઈંચ વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા. નડિયાદના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા. તો ઉમરેઠમાં પણ મુશળધાર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા. ખેડા જિલ્લાના નડિયાદમાં બાળકોની હોસ્પિટલ આવેલી છે, પરંતુ પાણી ભરાઈ જતાં માતા-પિતા પોતાના બાળકોને તેડીને જવા માટે મજબૂર બન્યા છે. વર્ષોથી આ સ્થળે પાણી ભરાતું હોવાથી લોકો હેરાન પરેશાન છે. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ અને તેના પરિવારજનો મહામુશ્કેલી વેઠી રહ્યા છે. કાંસની યોગ્ય સફાઈ ન થવાથી પાણીનો નિકાલ થતો નથી અને તેના કારણે અહીં પાણી ભરાયેલું રહે છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના છે. મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદથી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદથી એક લાખ 17 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતાં ડેમના 9 દરવાજા ખોલી દેવાયા છે. જેના કારણે નર્મદા, ભરૂચ, વડોદરાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમની સાથે દક્ષિણ ગુજરાતની શાન કહેવાતા ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 91 હજાર 396 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. નદીમાં પાણી છોડાતાં નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. તો ડેમની સપાટી 335.5 ફૂટ હાલ પહોંચી છે.

સુરતના બારડોલીમાં આવેલી તાપી નદી પરનો કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉકાઈ ડેમના દરવાજા ખોલાતા પાણી બારડોલીના કોઝ વે પર ફરી વળતાં તે પાણીમાં સમાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ કોઝ વે પરથી વાહન ચાલકોએ પસાર થવું જીવનું જોખઈ થઈ ગયું છે. કોઝ વે પર પાણી ભરાતાં અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. હવે આ ગામના લોકોએ 17 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આફતનો આ વરસાદ કેવી કેવી મુશ્કેલી સર્જે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news