કોરોના દર્દીઓને ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢવામાં સિવિલ બ્લડ બેંકનો મોટો રોલ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :સિવિલ હોસ્પિટલના તબીબો, નિષ્ણાત તબીબો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓ, ટેકનિશિયનો, ખડેપગે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. આ લડતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક (I.H.B.T.) દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. બ્લડ બેંક દ્વારા થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરીને કોરોનાગ્રસ્ત અને સામાન્ય દર્દીઓ કે જેવો અતિ ગંભીર સ્વાસ્થ્ય અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દર્દીઓને સાજા કરવાની, સ્વસ્થ કરવાની અતિમહત્વની ભૂમિકા નિભાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ : વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તા BRTSની 3 બસની ચાવી લઈને ભાગ્યા
કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કુલ 505 થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાંથી 398 પ્રક્રિયા I.H.B.T બ્લડ બેંક વિભાગમાં અને 93 પ્રક્રિયા આઈ.સી.યુમાં જઈને, 14 પ્રક્રિયાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ પ્રક્રિયા કરવામાં અંદાજે 10 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને વિનામૂલ્યે સમગ્ર પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવે છે.
આ પણ વાંચો : સુરત : આ નરાધમે 10 વર્ષની બાળકીને પીંખી નાંખી, હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી
શું છે થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસની પ્રક્રિયા?
આ પ્રક્રિયા દ્વારા દર્દીના રક્તમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ કરેલું રક્ત પાછું ચઢાવવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણા બધા રોગોમાં હાથ ધરી શકાય છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં મુખ્યત્વે જીબીએસ (Guillian Barre Syndrome) રોગમાં હાથ ધરવામાં આવે છે. આ રોગમાં દર્દી સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ જાય છે. કેટલાક દર્દીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. પરંતુ આ પ્રક્રિયા ત્રણથી પાંચ વખત કર્યા પછી સંતોષકારક પરિણામ મળે છે. દર્દી પોતાના પગે ચાલીને પાછો જઈ શકે છે અને આઈસીયુમાં દાખલ દર્દી પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે.
આ પણ વાંચો : Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.પી. મોદીએ કહ્યું કે, "અમારા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં અમારી બ્લડ બેંકમાંથી 58,000 થી વધારે બ્લડ બેંકની જરૂરિયાત ધરાવતા દર્દીઓને બ્લડ પૂરું પાડવામાં આવ્યું છે. 1600 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને લોહીની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ અથવા અન્ય સ્થળે સારવાર લઈ રહેલા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે 24 કલાક તે જરૂરિયાત સંતોષવા માટે હોસ્પિટલની બ્લડ બેંક સંકલ્પબદ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે