ડિલીવરીના ખર્ચનો ક્લેઈમ કરીને રૂપિયા ચાંઉ કરી ગયો પતિ, દહેજ ભૂખ્યા સાસરિયા સામે પરિણીતાની ફરિયાદ
Trending Photos
-
દહેજ ભૂખ્યાં પતિએ પત્નીની ડિલિવરીના રૂપિયા તેની કંપનીમાંથી પડાવ્યા.
પત્નીને બાળક સાથે પિયર મોકલી દીધી
સાસરિયા મકાન લેવા માટે પૈસા માંગતા હતા
ઉદય રંજન/અમદાવાદ :મહિલા ઉપર ઘરેલુ હિંસાઓના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આવામાં વધુ એક કિસ્સો અમદાવાદના વાડજ વિસ્તારમાં બન્યો છે. અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, તેનો પતિ રૂપિયાનો ભૂખ્યો અને લાલચુ છે. પત્ની ગર્ભવતી થયા બાદ ડિલિવરીનો ખર્ચ થયો તે તમામ બિલો પતિએ મંગાવીને કંપનીમાં ક્લેઇમ કરી રૂપિયા મેળવી લીધા હતા. બાદમાં મહિલાએ સાસરિયાના દહેજ માંગવા અને માર મારવાને કારણે કંટાળીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે વાડજ પોલીસે પતિ સહિત ત્રણને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video
નવા વાડજમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન 2017માં ન્યૂ રાણીપ ખાતે રહેતા જયદીપ નિરંજનભાઈ ચોક્સી નામના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે મહિલા પણ વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી. જેને લઈ સાસુ સંધ્યા નિરંજન ચોક્સી, સસરા નિરંજન કાંતિલાલ ચોક્સી અને પતિનું સારું વર્તન જોવા મળ્યું હતું. પરંતુ બાદમાં સાસરિયાઓમાં રૂપિયાની લાલચ છતી થઈ હતી. તેઓએ મહિલાને ત્રાસ આપી દહેજ માંગવાનું શરૂ કરી દીધું હતું. એટલું ઓછું હોય તેમ લગ્નના બે ત્રણ માસમાં જ મહિલાને પિયરમાંથી વધુ 50 હજાર દહેજ લાવી આપવા ફરજ પડી હતી.
આ પણ વાંચો : પત્નીના પ્રેમીને પતાવી દેવા અકસ્માત કર્યો, પ્રેમી તો બચી ગયો, પણ તેની માતાનું માથુ ધડથી અલગ થયું
બાદમાં મહિલાને નોકરી કરતા તેના જ નામે બોપલ ખાતે એક ફ્લેટ લઈને ડાઉન પેમેન્ટ પાંચ લાખ પણ પિયરમાંથી મંગાવી લીધા હતા. મહિલાને લોનના હપ્તા ભરવા માટે સાસરિયાઓ દબાણ કરતા અને તારે નોકરી કરવી પડશે તેવો ત્રાસ આપતા હતા. પરંતુ મહિલાએ આ બધો જ ત્રાસ સહન કરતી હતી. પરિણીતા ગર્ભવતી હોવા છતાં લોનના હપ્તા ભરવા તેની નોકરી સાસરિયાઓએ ચાલુ રખાવી હતી અને કંઈપણ બોલે તો તેને માર મારતા હતા. જેથી મહિલાએ આ બધી વાત તેના પિતાને કરતા પિતા પોતાના ઘરે મહિલાને લઈ આવ્યા હતા. ત્યારે વાડજ પોલીસે પતિ જયદીપ નિરંજનભાઈ ચોકસી, સાસુ સંધ્યા નિરંજન ચોકસી અને સસરા નિરંજન કાંતિલાલ ચોકસી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચો : તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા
ગર્ભવતી મહિલાએ પુત્રીને જન્મ આપતા તેની સિઝેરીયન ડિલિવરીનો ખર્ચ તેના ભાઈએ ચૂકવ્યો હતો. તેમાં પણ પતિની નજર હતી. એટલે તમામ ડોક્યુમેન્ટ અને ખર્ચની ફાઇલ મંગાવી કંપનીમાંથી ક્લેઇમ કરી 68 હજાર બારોબાર ચાંઉ કરી લીધા હતા. જેથી કંટાળીને આખરે મહિલાઓએ સાસરિયા વિરુદ્ધ ત્રાસ અને દહેજ માંગણીની ફરિયાદ કરી હતી. આ મામલે વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે વાડજ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે