દિવાળીના બીજા દિવસે અહીં થાય છે શ્વાનની પૂજા, ભોજન આપી કરવામાં આવે છે સન્માન

નેપાળી પરંપરાઓ પ્રમાણે પાંચ દિવસીય તહેવારના પ્રથમ દિવસે 'કાગ તિહાર' અને બીજા દિવસે 'કુકુર તિહાર' ઉજવવામાં આવે છે. 

Updated By: Nov 14, 2020, 09:15 PM IST
 દિવાળીના બીજા દિવસે અહીં થાય છે શ્વાનની પૂજા, ભોજન આપી કરવામાં આવે છે સન્માન

કાઠમાંડૂઃ નેપાળના લોકો પાંચ દિવસીય દિવાળી સમારોહના ભાગરૂપે 'કુકુર તિહાર' ઉજવે છે. આ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, જેમાં શ્વાનની પૂજા કરવામાં આવે છે અને લોકો તેને ભોજન આપે છે. આ દરમિયાન તેનું ફૂલનો હાર પહેરાવીને સન્માન કરવામાં આવે છે. આ તહેવાર મનુષ્યો અને શ્વાન વચ્ચેના સંબંધો પર કેન્દ્રીત છે. નેપાળમાં કુકુત તિહાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. પાંચ દિવસીય તહેવાર મૂળઃ મનુષ્ય અને જીવ વચ્ચે સંબંધિત પારિભાષિત કરે છે.

પ્રથમ દિવસે હોય છે 'કાગ તિહાર'નો તહેવાર
નેપાળી પરંપરાઓ પ્રમાણે પાંચ દિવસીય તહેવારના પ્રથમ દિવસે 'કાગ તિહાર' અને બીજા દિવસે 'કુકુર તિહાર' ઉજવવામાં આવે છે. કુકુર તિહાર દિવાળીના બીજા દિવસે મનાવવામાં આવે છે. કાગ તિહારમાં કાગડાઓની પૂજા કરવામાં આવે છે. કાગ તિહારને નેપાળમાં દુખ અને નિરાશાનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં લોકો ઘરોની સામે પકવાન અને મિઠાઈઓ રાખી દે છે, જેથી કાગડાઓ તેને ખાઇને આશીર્વાદ આપે. 

યમરાજના દૂત માનવામાં આવે છે શ્વાન
કાગ તિહાર બાદ આગામી દિવસે કુકુર તિહાર હોય છે. આ દિવસે નેપાળમાં પાલતુ કુતરાઓ અને આવારા કુતરાઓની પૂજા થાય છે, આ દિવસે શ્વાનને શણગારીને સન્માન કર્યા બાદ તેનું મનપસંદ ભોજન કરાવવામાં આવે છે. નેપાળમાં માનવામાં આવે છે કે કુતરાઓ યમરાજના દૂત હોય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube