જાણો, કઈ ટીમે રમી કેટલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, પ્રથમ મેચમાં ભારત કરશે કમાલ?

ભારતે અત્યાર સુધી એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) પણ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા રાજી થઈ ગયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી કોલકાતામાં ટેસ્ટ રમાવાની છે, જનું ફોર્મેટ ડે-નાઈટ હશે. બારતમાં પ્રથમ વખત હવે દૂધિયા પ્રકાશમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાવાશે. 

Updated By: Oct 30, 2019, 11:35 AM IST
જાણો, કઈ ટીમે રમી કેટલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, પ્રથમ મેચમાં ભારત કરશે કમાલ?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી કોલકાતામાં ટેસ્ટ રમાવાની છે, જનું ફોર્મેટ ડે-નાઈટ હશે. બારતમાં પ્રથમ વખત હવે દૂધિયા પ્રકાશમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાવાશે. 

ભારતે અત્યાર સુધી એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) પણ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા રાજી થઈ ગયું છે. આ ભારત અને બાંગ્લાદેશ બંનેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે. સાથે જ ભારતમાં રમાનારી પણ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. ભારતીય ટીમ આ અગાઉ ડે-નાઈટ ટેસ્ટ માટે રાજી ન હતું. 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈનું અધ્યક્ષ પદ સંભાળ્યા પછી ડે-નાઈટ ટેસ્ટ રમવા માટે કેપ્ટન વિરાટ કોહલીને રાજી કરી લીધો હતો. ત્યાર પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વિનંતી કરાઈ હતી, જેણે મંગળવારે ભારતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. 

IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ગાંગુલી હંમેશાં પિંક બોલની તરફેણ કરતો આવ્યો છે. 2016-17માં જ્યારે તે ટેક્નીકલ સમિતિનો સભ્ય હતો એ સમયે પણ ઘરેલુ ક્રિકેટમાં પિંક બોલના ઉપયોગની તેણે ભલામણ કરી હતી. ગાંગુલીએ સમયે જ ડે-નાઈટ મેચની તરફેણ કરી હતી. ગાંગુલીનું માનવું છે કે, ડે-નાઈટ મેચમાં ટેસ્ટ ક્રિકેટને વધુ દર્શકો મળી શકશે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પછી ભારતીય કેપ્ટન કોહલીએ દર્શકોની ઓછી સંખ્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 

કોણે કેટલી ડે-નાઈટ ટેસ્ટ રમી છે?
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી કુલ 11 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે. સૌથી વધુ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી કુલ5 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે. પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડીઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડે અત્યાર સુધી 3-3 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, સાઉધ આફ્રિકાએ 2-2 અને ઝિમ્બાબ્વેએ 1 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે. 

બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં ભારત રમશે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ

ડે-નાઈટ ટેસ્ટ મેચનો રેકોર્ડ
- અત્યાર સુધી રમાયેલી કુલ ડે-નાઈટ ટેસ્ટઃ 11

- પ્રથમ ડે-નાઈટ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડ(એડીલેડ-27-29 નવેમ્બર, 2015), પરિણામઃ ન્યૂઝીલેન્ડનો 3 વિકેટે પરાજય 

 -ઓસ્ટ્રેલિયા (5), પાકિસ્તાન/વેસ્ટ ઈન્ડીઝ/શ્રીલંકા/ઈંગ્લેન્ડ (3-3 ડે-નાઈટ ટેસ્ટ), ન્યૂઝીલેન્ડ/દક્ષિણ આફ્રિકા (2-2), ઝિમ્બાબ્વે (1 ડે-નાઈટ ટેસ્ટ)

- ઓસ્ટ્રેલિયામાં 5 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ
- યુએઈમાં 2 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ
- વેસ્ટ ઈન્ડીઝ/ન્યૂઝીલેન્ડ/દક્ષિણ આફ્રીકા/ઈંગ્લેન્ડ 1 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે 

- ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાને હજુ સુધી એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી નથી.

જુઓ LIVE TV....

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....