અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ ઠાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો.   

Updated By: Oct 29, 2019, 08:49 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ ઠાર

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ISISમાં અબુ બકર અલ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ માર્યો ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્રમ્પે મંગળવારે સાંજે ટ્વીટ કરી હતી કે, તાજેતરમાં જ કન્ફર્મ થયું છે કે, અબુ બકર અલ બગદાદીનું સ્થાન લેનારાને પણ અમેરિકાના સૈનિકોએ મારી નાખ્યો છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુએસની સ્પેશયલ ફોર્સે સાહસિક મોડી રાત્રે રેડ પાડીને શાનદાર રીતે પોતાનું મિશન પુરું કર્યું છે. અમેરિકાની સેનાના ડરથી તે એક ડેડ એન્ડ સુરંગમાં ગયો અને માર્યો ગયો છે. અંતિમ સમયમાં તે રડતો હતો, ચીસો પાડતો હતો. આ ઓપરેશનમાં એક પણ અમેરિકન સૈનિકનું મોત થયું નથી, પરંતુ બગદાદીના અનેક સાથે માર્યા ગયા છે. 

જુઓ LIVE TV...

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...