ન્યૂડ અને સમલૈંગિક સંબંધોના ફોટા લીક થતાં અમેરિકાની આ સાંસદને આપવું પડ્યું રાજીનામું

32 વર્ષની કેટી હિલ વર્ષ 2018માં યોજાયેલી પેટાચૂંટણીમાં ચૂંટાઈ હતી. તે ડેમોક્રેટિક પાર્ટીની રાઈઝિંગ સ્ટાર હતી. તેણે રિપબ્લિકનનો ગઢ ગણાતી લોસ એન્જેલસની સીટ આંચકી લીધી હતી.તેના વિજયના કારણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ્સનું પાસું મજબુત થઈ ગયું હતું. 

ન્યૂડ અને સમલૈંગિક સંબંધોના ફોટા લીક થતાં અમેરિકાની આ સાંસદને આપવું પડ્યું રાજીનામું

વોશિંગટનઃ અમેરિકાની એક મહિલા સાંસદને તેના ન્યૂડ(Nude) અને સમલૈંગિક(Bisexual) સંબંધોના ફોટા લીક થઈ જતાં રાજીનામું(Resignation) આપવું પડ્યું છે. કેલિફોર્નિયાની 32 વર્ષની સાંસદ કેટી હીલ(Katie Hill) પર આરોપ છે કે, તેનો સંસદ સાથે જોડાયેલા એક પુરુષ સાથીદાર સાથે અફેર હતો અને ચૂંટણી પ્રચારની એક મહિલા કર્મચારી સાથે પણ તેના સમલૈંગિક સંબંધો હતા. કેટીએ રવિવારે સંસદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને આ અંગેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો હતો. 

32 વર્ષની કેટી હિલ વર્ષ 2018માં યોજાયેલી પેટાચૂંટણીમાં ચૂંટાઈ હતી. તે ડેમોક્રેટિક પાર્ટીની રાઈઝિંગ સ્ટાર હતી. તેણે રિપબ્લિકનનો ગઢ ગણાતી લોસ એન્જેલસની સીટ આંચકી લીધી હતી.તેના વિજયના કારણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ્સનું પાસું મજબુત થઈ ગયું હતું. 

See my official statement below. pic.twitter.com/nG97RQIwvO

— Rep. Katie Hill (@RepKatieHill) October 27, 2019

કેવી રીતે બહાર આવ્યા સંબંધો?
લોસ એન્જેલસ ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, 10 ઓક્ટોબરના રોજ સ્થાનિક વેબસાઈટ રેડસ્ટેટ (RedState) દ્વારા કેટીના પતિ કેનેથ હેસલેપને ટાંકીને કેટલાક નિવેદન પ્રકાશિત કરાયા હતા. કેટી સાથે છુટાછેડા માટેની અરજી કરનારા પતિએ પત્ની પર આરોપ લગાવ્યા હતા કે, તેની પત્નીને કોંગ્રેસના લેજિસ્લેટિવ ડિરેક્ટર ગ્રેહામ કેલી સાથે અફેર ચાલી રહ્યો છે. જોકે, કેટી હીલે આ આરોપો નકારી દીધા હતા. 

ત્યાર પછી રેડસ્ટેટ વેબસાઈટે 18 ઓક્ટોબરના રોજ બીજી સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેમાં કેટી હિલના સમલૈંગિક સંબંધોનો આરોપ લગાવ્યો હતો. રેડસ્ટેટ વેબસાઈટે પુરાવા સ્વરૂપે હીલના કેટલાક ફોટા પ્રકાશિત કરતા કહ્યું કે, કેટી હિલના ચૂંટણી પ્રચારમાં તેના સ્ટાફમાં રહેલી એક મહિલા સાથે સમલૈંગિક સંબંધો છે. સાથે જ વેબસાઈટે લખ્યું કે, આ બંનેના કેટલાક અંતરંગ ક્ષણોના ફોટા પણ તેની પાસે છે, જેને પ્રકાશિત કરી શકાય એમ નથી. બ્રિટિશ ટેબ્લોઈડ ડેઈલી મેલ દ્વારા પણ કેટી હીલના ન્યૂડ અને સમલૈંગિક સંબંધોના કેટલાક ફોટા પ્રકાશિત કર્યા હતા. 

— Katie Hill (@KatieHill4CA) October 28, 2019

આચારસંહિતાના નિયમો હેઠળ આપવું પડ્યું રાજીનામું
અમેરિકાની સંસદ દ્વારા ગયા વર્ષે આચારસંહિતા સંબંધિત કેટલાક નવા નિયમો સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચૂંટાયેલા સાંસદો તેમના સ્ટાફના સભ્યો સાથે સેક્સ સંબંધ રાખી શકે નહીં. કેટી હીલ પર આરોપો લાગ્યા પછી સંસદની આચારસંહિતા સંબંધિત સમિતિએ કેટી અને તેના ચૂંટણી પ્રચારની કર્મચારીની પુછપરછ કરી હતી. જેમાં કેટીએ મહિલા સ્ટાફર સાથે સમલૈંગિક સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ કેલી સાથેના સંબંધોના આરોપને નકારી દીધા હતા. ત્યાર પછી કેટી હીલે રવિવારે સાંસદ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news