ત્રણ લગ્ન, રેખા સાથે અફેર, હંમેશાં વિવાદોમાં જ રહ્યું છે આ અભિનેતાનું અંગત જીવન

વર્ષ 1958માં વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિની' સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિસોર કુમારની કિશોર વયની ભૂમિકા ભજવી હતી. 'લાલ પથ્થર', 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ' અને 'અર્જુન પંડિત' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મો ઉપરાંત વિનોદ મહેરા પોતાની લવ લાઈફના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 

ત્રણ લગ્ન, રેખા સાથે અફેર, હંમેશાં વિવાદોમાં જ રહ્યું છે આ અભિનેતાનું અંગત જીવન

મુંબઈઃ વિનોદ મહેરા બોલિવૂડના શાનદાર અભિનેતાઓમાંનો એક રહ્યો છે. મુખ્ય અભિનેતા તરીકે તે ખુદને ભલે સાબિત કરી શક્યો ન હોય, પરંતુ અભિનયના બળે તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેણે ક્યારેય નાની-નાની ભૂમિકાઓ ભજવવામાં પણ આનાકાની કરી નથી. વિનોદ મહેરાનો જન્મ 13 ફેબ્રુઆરી, 1945ના રોજ અમૃતસરમાં થયો હતો અને આજે એટલે કે 30 ઓક્ટોબર, 1990માં તેનું નિધન થયું હતું. 

વર્ષ 1958માં વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિની' સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિસોર કુમારની કિશોર વયની ભૂમિકા ભજવી હતી. 'લાલ પથ્થર', 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ' અને 'અર્જુન પંડિત' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મો ઉપરાંત વિનોદ મહેરા પોતાની લવ લાઈફના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 

રિપોર્ટ્સ અનુસાર વિનોદ મહેરાનું નામ સૌથી પહેલા 'એક થી રીટા' ફિલ્મની અભિનેત્રી મીના બ્રોકા સાથે ચર્ચામાં આવ્યું હતું. બંનેનો પ્રેમ આગળ વધ્યો અને 70ના દાયકામાં તેમણે લગ્ન પણ કરી લીધા હતા. લગ્નના થોડા સમય પછી વિનોદ મહેરાને પ્રથમ હાર્ટ એટેક આવ્યો. વિનોદની તબિયત તો સારી થઈ ગઈ, પરંતુ બંને વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું. 

ત્યાર પછી વિનોદ મહેરાના જીવનમાં એ સમયની સુંદર અભિનેત્રી બિંદિયા ગોસ્વામીએ પ્રવેશ કર્યો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બંને લિવ ઈનમાં સાથે રહેવા લાગ્યા. વિનોદ મહેરા પરિણીત હતો અને બિંદિયા સાથે લગ્ન કરી શકે એમ ન હતો. બીજી તરફ તેની પ્રથમ પત્ની મીનાના પરિજનો વિનોદ પર બિંદિયાથી દૂર રહેવાનું દબાણ લાવતા રહ્યા. થોડા સમય સુધી બંને ગુપ્ત રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી વિનોદ અને બિંદિયાનો સંબંધ બગડવા લાગ્યો. 

એવું કહેવાય છે કે બંને ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. 80ના દાયકામાં વિનોદ મહેરાની ખ્યાતિમાં થોડો ઘટાડો થવા લાગ્યો. આ દરમિયાન બિંદિયાને જે.પી. દત્તા સાથે સંબંધ વધવા લાગ્યા અને આ કારણે વિનોદ-બિંદિયાના સંબંધનો અંત આવ્યો. 

વિનોદના જીવનમાં રેખાની એન્ટ્રી 
બિંદિયા સાથે છૂટા પડ્યા પછી વિનોદ મહેરાના જીવનમાં રેખાએ પ્રવેશ કર્યો. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી પણ લોકોને ગમવા લાગી. બંને એક સાથે સમય પસાર કરવા લાગ્યા. વિનોદનું અંગત જીવન હજુ પાટે ચડ્યું ન હતું તો બીજી તરફ રેખા પણ અમિતાભથી દૂર થવાના કારણે એકલી પડી ગઈ હતી. અંતે બંને ક્યારે નજીક આવી ગયા તેની તેમને પણ ખબર ન પડી. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હોવાના સમાચાર આવ્યા. 

જોકે, વિનોદની માતાને આ સંબંધ મંજુર ન હતો. એવા સમાચાર આવ્યા કે રેખાની સાથેનું તેમનું વર્તન પણ સારું ન હતું. આ કારણે તેમનો સંબંધ પણ તુટી ગયો. અંતમાં વિનોદ મહેરાના જીવનમાં કિરણ નામની એક યુવતી આવી. તેમણે પોતાનું બાકીનું જીવન કિરણ સાથે પસાર કર્યું. 1990માં વિનોદ મહેરાને અંતિમ હાર્ટ એટેક આવ્યો અને તેમાં તેમનો જીવ બચી શક્યો નહીં. 30 ઓક્ટોબર, 1990ના રોજ તેમનું નિધન થઈ ગયું. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news