મરણપથારીએ પહોંચેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને મળ્યા 8 સપ્તાહના જામીન

ડોક્ટરે કોર્ટને નવાઝની તબિયત અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "તેમની હાલત અત્યંત નાજુક છે. તમામ પ્રયાસો બાદ પણ તેમના પ્લેટલેટમાં વધારો નથી થઈ રહ્યો. તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ચૂક્યો છે."
 
મરણપથારીએ પહોંચેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને મળ્યા 8 સપ્તાહના જામીન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા આરોગ્યનાં કારણોને ધ્યાનમાં લઈને મંગળવારે 8 સપ્તાહના જામીન આપવામાં આવ્યા છે. કેસની સુનાવણી દરમિયાન નવાઝના ડોક્ટરે કોર્ટને જણાવ્યું કે, "નવાઝ શરીફની હાલત એટલી ખરાબ છે કે ક્યાંક આપણે તેમને ગુમાવી ન બેસીએ." પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાન મુસ્લિમ લીગ(એન)ના ટોચના નેતા નવાઝ શરીફને અલ-અઝિઝીયા ભ્રષ્ટાચાર કેસમાં આરોગ્યના કારણોસર જામીન આપ્યા છે. 

આ અગાઉ લાહોર હાઈકોર્ટ ચૌધરી શુગર મિલ કેસમાં નવાઝ શરીફને જામીન આપી ચૂકી છે. સુનાવણી દરમિયાન કોર્ટે તબીબોને નવાઝ શરીફના આરોગ્ય અંગે પુછ્યું હતું. આ તબીબ એ બોર્ડના સભ્ય છે, જે શરીફનો ઈલાજ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, નવાઝ શરીફને 24 કલાક મેડિકલ દેખરેખની જરૂર છે. 

ડોક્ટરે કોર્ટને નવાઝની તબિયત અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "તેમની હાલત અત્યંત નાજુક છે. તમામ પ્રયાસો બાદ પણ તેમના પ્લેટલેટમાં વધારો નથી થઈ રહ્યો. તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ચૂક્યો છે."

નવાઝના વકીલ ખ્વાજા હારિસે કોર્ટને જણાવ્યું કે, "નવાઝ શરીફને એક જ છત નીચે તમામ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. અમને ડોક્ટરોના ઈરાદા અને હોંશિયારી બાબતે શંકા નથી, પરંતુ મેડિકલ બોર્ડ પણ પરિણામથી સંતુષ્ટ નથી. તેમને તેમની મરજીથી ડોક્ટરો પાસે ઈલાજ કરાવાની મંજુરી મળવી જોઈએ."

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news