અબડાસા પેટાચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી કવાયત, ઈન્ચાર્જ સીજે ચાવડા સહિત નેતાઓ પહોંચ્યા કચ્છ

સી જે.ચાવડાએ જણાવ્યું કે,કોંગ્રેસ છોડી સતાની લાલચમાં ભાજપમાં ગયેલા નેતાઓને પ્રજા જાકારો આપશે. અબડાસા બેઠકના ત્રણ તાલુકા લખપત, અબડાસા અને નખત્રાણામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ તેમજ કાર્યકરો આગેવાનો સાથે બેઠક યોજી કોંગ્રેસના ઉમેદવાર જીતે એ માટે પ્રયાસો કરાશે. 
 
 અબડાસા પેટાચૂંટણી માટે કોંગ્રેસે શરૂ કરી કવાયત, ઈન્ચાર્જ સીજે ચાવડા સહિત નેતાઓ પહોંચ્યા કચ્છ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છઃ રાજ્યમાં આગામી સમયમાં 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં કચ્છની અબડાસા બેઠકનો પણ સમાવેશ થાય છે. તો પેટાચૂંટણીને લઈને બંન્ને પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના આગેવાનો કચ્છની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અબડાસા બેઠકના ઈન્ચાર્જ સીજે ચાવડા સહિત કોંગ્રેસના નેતા કચ્છ પહોંચી ગયા છે. 

અબડાસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્યની પ્રથમ નંબરની ગણાતી આ વિધાનસભા બેઠક પર પ્રચાર તેજ બન્યો છે. અબડાસા વિધાનસભા ઇન્ચાર્જ અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા કચ્છની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન સહ ઇન્ચાર્જ ધારાસભ્ય જાવેદ પીરજાદા, ભચુભાઈ અરેઠીયા, હીરાભાઈ જોટવા સહિતના નેતા પણ કચ્છમાં છે. આજે નખત્રાણામાં તો આવતીકાલે નલિયા અને દયાપરમાં કાર્યકરો સાથે બેઠક યોજી રણનીતિ ઘડવામાં આવશે.

સી જે.ચાવડાએ જણાવ્યું કે,કોંગ્રેસ છોડી સતાની લાલચમાં ભાજપમાં ગયેલા નેતાઓને પ્રજા જાકારો આપશે. અબડાસા બેઠકના ત્રણ તાલુકા લખપત, અબડાસા અને નખત્રાણામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ તેમજ કાર્યકરો આગેવાનો સાથે બેઠક યોજી કોંગ્રેસના ઉમેદવાર જીતે એ માટે પ્રયાસો કરાશે. 

વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? આ છે સંભવિત ઉમેદવારો

અબડાસાની પ્રજાએ કોંગ્રેસના ધારાસભ્યને પાંચ વર્ષ સુધી ચુંટીને મોકલાવ્યા હતા. પરંતુ પ્રદ્યુમન સિંહ જાડેજા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં જ્યારે જ્યારે પક્ષ પલટો કરીને જ જે લોકો ગયા છે એ સીટો મોટાભાગના લોકો હાર્યા છે. તેમ ચાવડાએ કહ્યું હતું.

અબડાસાના ઈન્ચાર્જ સીજે ચાવડાએ કહ્યુ કે, ગુજરાતની પ્રજાએ પણ આ લોકોને હરાવવા માટે મન મનાવ્યું છે. તો અબડાસાના લોકોમાં પણ રોષ છે જે પ્રદ્યુમનસિંહ ચૂંટણીમાં ઉભા રહેશે તો એને હરાવવા માટેનું મન બનાવ્યું છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news