AMCએ શાકભાજી-કરિયાણાના કામકાજ સાથે સંકળાયેલા સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યુંઃ નેહરા


આ સાથે મનપા કમિશનવર નેહરાએ કહ્યું કે, શહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ઘણા દેશો કરતા પણ વધારે ટેસ્ટો કર્યાં છે. કોઈએ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવાની છે. 
 

 AMCએ શાકભાજી-કરિયાણાના કામકાજ સાથે સંકળાયેલા સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યુંઃ નેહરા

અમદાવાદઃ ગુજરાતનું સૌથી મોટું શહેર કોરોના સંકટમાં ધેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. તો આજે ચાર દર્દીઓ સ્વસ્થ થયા છે અને ચાર લોકોના મૃ્ત્યુ પણ થયા છે. આમ અમદાવાદમાં કોરોનાથી સ્વસ્થ થતાં લોકો કરતા મૃત્યુઆંક વધુ છે. 

અમદાવાદમાં કોરોના વાયરસની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, બે દિવસથી પેટ્રોલ પમ્પ એટેન્ડન્ટ અને શાકભાજી-કરીયાણાના કામકાજ સાથે સંકળાયેલા  સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, જો કોર્પોરેશન આ કેસને શોધવામાં સફળ ન થયું હોત તો હજારો લોકોને ઇન્ફેક્શન લાગી શક્યું હોત. 

આ સાથે મનપા કમિશનવર નેહરાએ કહ્યું કે, શહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ઘણા દેશો કરતા પણ વધારે ટેસ્ટો કર્યાં છે. કોઈએ ડરવાની જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવાની છે. કોરોના એક ગંભીર વાયરસ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 16000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. 10 લાખ લોકો પર 2600 ટેસ્ટ થયા છે. ગીચ વિસ્તારમાં 622 ટીમોએ 3 લાખથી વધુનું સર્વેક્ષણ કર્યું છે. ગાર્બેજ કલેક્શન કરતા, પેટ્રોલ પમ્પ એટેન્ડન્ટ, શાકભાજી અને કરીયાણા વાળા જેવા સુપર સ્પ્રેડર શોધીને 413 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે સાથે કુલ 4000ની ક્ષમતા ધરાવતું નવુ કોવિડ સેન્ટર પણ ઉભું કરાશે.

કોરોના વાયરસઃ અમદાવાદના ચિંતાજનક આંકડા, અત્યાર સુધી 57 લોકોના મૃત્યુ, 56 લોકો ડિસ્ચાર્જ

આજે નોંધાયેલા કેસોની વિગત
બુધવારે જે નવા કેસો નોંધાયા તેમાં મોટા ભાગના હોટસ્પોટ વિસ્તારના છે. આજે દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, બહેરામપુરા, શાહીબાગ, આસ્ટોડીયા અને થલતેજમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. આજના 61 કેસોમાં 40 પુરુષ અને 21 મહિલાના કેસ પોઝિટિવ આવ્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news