શ્રમિકો

સુરતમાં સેવાના નામે શ્રમિકોને ભોજન જમાડ્યું, અને સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા

RTI કરનારે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે, આ સંસ્થાઓએ જ્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની વાત કરી હતી ત્યારે હવે આ બિલ શેના? અને કોર્પોરેશન પણ આ બિલ શા માટે ચૂકવી રહી છે?

Oct 7, 2020, 10:31 AM IST

લોકડાઉનમાં જે મળ્યું તેના પર ટીંગાઈને ઓરિસ્સા ગયેલા શ્રમિકો હવે સુરત પરત ફરશે

  • રેલવે મંત્રાલય દ્વારા સ્પેશિયલ ટ્રેન ઓરિસ્સાથી સુરત માટે દોડવાનું નક્કી કરવામાં આવ્યું. 
  • હવે ટ્રેનમાં 1200 જેટલા કારીગરો પોતાના માદરે વતનથી સુરત આવી શકે એ રીતે ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો

Sep 11, 2020, 04:34 PM IST

Migrants Return : સુરતના માથે વધુ એક સમસ્યા, પરત ફરેલા 100 પરપ્રાંતિયોને કોરોના

  • લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં જે પરપ્રાંતિયો વતન ચાલ્યા ગયા હતા, તેઓ ટ્રેન મારફતે પરત આવી રહ્યા છે.
  • જે પણ શ્રમિકો સુરત આવશે તેઓને સાત દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવાની ફરજ રહેશે

Sep 10, 2020, 10:29 AM IST

પ્રવાસી મજૂરોની સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું?

પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય. 

Jun 9, 2020, 11:34 AM IST

પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ

કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. 

May 27, 2020, 03:42 PM IST

કોરોનાકાળમાં તન, મન અને ધનથી મજૂરોની મદદ કરી રહ્યો છે સોનુ, શ્રમિકે ટ્વીટ કરીને જાણો શું કહ્યું?

કોરોના વાયરસના કારણે દેશભરમાં જ્યાં લોકડાઉનના કરાણે કામકાજ ઠપ્પ છે ત્યાં પ્રવાસી શ્રમિકોની હાલત તો ખુબ ખરાબ જોવા મળી રહી છે. પોતાના ઘરે જવા માટે કોઈ પગપાળા તો કોઈ ટ્રક કે ટ્રેનથી ઘરે પહોંચી રહ્યાં છે. સરકાર જ્યાં આ મજૂરોને મદદ કરી રહી છે તો ત્યાં બોલિવૂડ સિતારા પણ ગરીબ અને મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. સોનુ સૂદ (Sonu Sood) પણ મોકળા મને લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામ કરતા જોઈને તમને પણ તેના પર 'ગર્વ થશે અને કહેશો ગર્વ છે તમારા પર સોનુ સૂદ'.

May 24, 2020, 01:20 PM IST

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST

UP: બસ વિવાદ પર કોંગ્રેસના જ MLAએ પોતાની પાર્ટી પર સાધ્યું નિશાન, કહ્યું-'આ કેવી ક્રૂર મજાક'

મજૂરોને લઈને બસોની વ્યવસ્થા પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે આ સમગ્ર મામલે પોતાની પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ એક ક્રૂર મજાક છે. 

May 20, 2020, 01:33 PM IST

વડોદરામાં શ્રમિકોને લઈ જતી બસમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

વડોદરાના ખોડિયાર નગર પાસે શ્રમિકોને લઇ જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ બસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે, બસમાં આગ લાગવાની સાથે જ શ્રમિકો બસની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.

May 18, 2020, 04:57 PM IST

કોરોનાકાળમાં છેલ્લા શ્વાસ સુધી નિભાવી મિત્રતા, યાકૂબે અંત સુધી ન છોડ્યો મિત્ર અમૃતનો સાથ

કોરોના સંદિગ્ધ 24 વર્ષનો અમૃત ગુજરાતના સુરતથી યુપીના બસ્તી જિલ્લા સ્થિત પોતાના ઘરે એક ટ્રકથી પાછો ફરી રહ્યો હતો. તે ટ્રકમાં અનેક લોકો સવાર હતાં. ટ્ર્ક જ્યારે મધ્ય પ્રદેશના શિવપુરી-ઝાંસી ફોરલેનથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અમૃતની તબિયત બગડવા લાગી હતી.

May 18, 2020, 07:19 AM IST

શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ 

મધ્ય પ્રદેશના ગુના પાસે ગુરુવારે વહેલી સવારે એક ખાલી બસ અને ટ્રક કન્ટેઈનરની ટક્કરથી ટ્રકમાં સવાર આઠ પ્રવાસી શ્રમિકોના મોત થયા છે અને લગભગ 55 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યાં હતાં. 

May 15, 2020, 09:46 AM IST

વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોનો દહેજમાં ચક્કાજામ કરીને હોબાળો

લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

May 14, 2020, 11:31 AM IST

આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા

અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.

May 14, 2020, 09:01 AM IST

Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા

પ્રવર્તમાન લોકડાઉન સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓ કુવૈતથી અમદાવાદ પહોંચ્યા હતા. પ્રવાસીઓને લઇને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યું હતું. ત્યારે તમામ મુસાફરોને સ્ક્રીનિંગ તથા ટેસ્ટીંગની કામગારી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

May 14, 2020, 08:30 AM IST

અત્યંત દર્દનાક...મજૂરો જે ટ્રકમાં વતન પાછા ફરી રહ્યાં તેની બસ સાથે ભયાનક ટક્કર, 8ના મોત 50 ઘાયલ

એક હચમચાવી નાખે તેવી ઘટનામાં 8 મજૂરોના દર્દનાક મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશના ગુનામાં ગત રાતે જે ટ્રકમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રકની બસ સાથે ભીડંત થતા ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં. 

May 14, 2020, 08:11 AM IST

UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત

લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

May 14, 2020, 07:37 AM IST

મામલતદાર કચેરીએથી જાણ કરાયા બાદ જ શ્રમિકો વતન જવા ઘરની બહાર નીકળેઃ જિલ્લા કલેક્ટર

કલેકટરએ જણાવ્યું કે શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે. 

May 13, 2020, 09:42 PM IST

મજૂરોનો વીડિયો શેર કરીને શત્રુઘ્ન સિન્હાએ સરકારને પૂછ્યો સવાલ, લોકો બોલ્યા-'ખામોશ...જૂનો છે'

એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર મજૂરો પર એક વીડિયો શેર કર્યો અને ટ્રોલ થવા લાગ્યાં. વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ આ વીડિયો દ્વારા મોદી સરકારને એક સવાલ પૂછીને જવાબ પણ માગ્યો છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જૂનો ગણાવ્યો છે. 

May 13, 2020, 01:25 PM IST

બિસ્તરા-પોટલા માથે ઉપાડીને GMDC મેદાનમાં પહોંચ્યા પરપ્રાંતિયો, પણ નિરાશ થઈને પરત ફર્યાં

અમદાવાદ (Ahmedabad) માં આવેલા GMDC મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે અમદાવાદમાં આવેલા અને હવે વતન પરત ફરવા માગતા લોકો અહી ગ્રાઉન્ડ પર એકઠા થયા હતા. GMDC મેદાનમાંથી બે બસો રાજસ્થાન મોકલવામાં આવી છે. રાજસ્થાન સિવાય અન્ય રાજ્યમાં પણ જવા માંગતા લોકો GMDC મેદાન ખાતે પહોંચ્યા હતા. 

May 13, 2020, 11:34 AM IST

અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો

હાલ પરપ્રાંતિય શ્રમિકો ચારેબાજુથી ભીંસમાં મૂકાયા છે. એક તરફ આવક બંધ થઈ છે, તો બીજી તરફ પોતાના વતન તરફ જવા નીકળેલા હજારો શ્રમિકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. ત્યારે સાબરકાંઠાના શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા વતન જતા શ્રમિકોએ હંગામો કર્યો હતો. અમદાવાદ તરફથી હિંમતનગર થઈ ચાલતા જતા શ્રમિકો રેડ ઝોન અરવલ્લી જિલ્લા હદ સીલ હોઈ અટવાયા હતા. અટવાયેલા 200થી વધુ શ્રમિકોએ પગપાળા આગળ વધવાની જીદ સાથે હોબાળો મચાવ્યો હતો. બંને જિલ્લાની પોલીસ રાજેન્દ્રનગર નજીક મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો. 

May 13, 2020, 10:27 AM IST