સુરતમાં સામે આવી હનીટ્રેપ કરતાં પણ ગંભીર ઘટના! યુવતીએ યુવાનને ઘરે બોલાવીને...

વરાછા વિસ્તારમાં રહેતા સાડી જોબવર્ક કોન્ટ્રાક્ટરને અમરોલી-છાપરાભાઠા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં સેકસ માણવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 3.50 લાખ પડાવી લેનાર ઠગ ટોળકી વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. 

સુરતમાં સામે આવી હનીટ્રેપ કરતાં પણ ગંભીર ઘટના! યુવતીએ યુવાનને ઘરે બોલાવીને...

ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપ કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની રહ્યા છે, ત્યારે વધુ એક યુવાન આ ટોળકીનો ભોગ બન્યો હતો. છાપરાભાઠા ગામના એક ફ્લેટમાં યુવાનને લઇ જઈ મહિલા સાથે ફોટા પાડી નકલી પોલીસ બનીને 3.50 લાખ પડાવવાના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે રહેતો 36૬ વર્ષીય યુવાન સાડીના જોબવર્કનું કામકાજ કરે છે.ગુગલ પર એક વેબસાઈટ જોઈને આ યુવાન ભેરવાયો હતો. વેબસાઈટ પર યુવતીઓના ફોટા પર ક્લિક કર્યું અને એક નંબર આવ્યો યુવાને કોઈ પણ જાતની ખાતરી કરી નહોતી અને પછી જે વોટ્સએપ પર નંબર આવ્યો હતો, તેના પર યુવાને વાતચીત કરી હતી. આ દરમ્યાન યુવતીએ યુવકને મળવા બોલાવ્યો હતો. 

અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા પોકેટ મોલ પાસે ઋતુરાજ એપાર્ટમેન્ટના સી.604 નંબરના ફલેટમાં યુવકને મળવા બોલાવ્યો હતો. જયારે યુવક ત્યાં ગયો ત્યારે એક મહિલા અને એક યુવતી હતી. યુવતી સાથે યુવાન રૂમમાં ગયો. આ દરમ્યાન જ કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને યુવતીએ દરવાજો ખોલી નાખ્યો હતો અને ત્રણ જણા રૂમમાં ઘુસી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અમે ડીસ્ટાફમાંથી આવીએ છીએ. તેમ કહીને યુવાનને ડરાવ્યો હતો. 

યુવાને મારા પર કેસ નહિ કરશો હું બે લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું તેમ કહેતા નકલી પોલીસ બનીને આવેલા ત્રણ પૈકી એક એ સાહેબ સાથે વાત કરીને કહું છું એમ કહીને બહાર ગયા બાદ થોડીવારમાં પાછો આવીને રૂ.4 લાખની માંગણી કરી હતી અને અંતે યુવાન રૂ.3.50 લાખ આપવા માટે તૈયાર થયો હતો અને તેના સાઢુભાઈને બોલાવીને રૂ.3.50 લાખ આપી દીધા હતા. 

આ બનાવ તારીખ 09/12/2023ના રોજ બન્યો હતો. જે તે સમયે તો યુવાને બદનામીના ડરથી કોઈને કશું કહ્યું નહોતું પણ અમરોલી વિસ્તારમાં હનીટ્રેપના બનાવો બન્યા હોવાનું સમાચારમાં સાંભળી યુવાનમાં હિંમત આવી હતી અને તેણે ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આજે હનીટ્રેપ કરતી ટોળકીના હરેશ રાજુ સરવૈયા નામના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ આજ રીતે હની ટ્રેપ કરવાના ગુનામાં કતારગામ અને વરાછામાં ગુના નોંધાઈ ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news