મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યના 18મા CM બન્યા

ઉદ્ધવ ઠાકરેની તાજપોશી: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. 

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાજ્યના 18મા CM બન્યા

મુંબઇ: શિવસેના (Shiv Sena)  પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે  મહારાષ્ટ્ર (Maharashtra)ના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થયાના એક મહિના બાદ 59 વર્ષના ઠાકરે સીએમ પદના શપથ લીધા છે. શપથગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્ક (Shivaji Park) માં યોજાયો છે. શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઉદ્ધવે મંચ પર નતમસ્તક થઈને જનતા અને સમર્થકોની સામે આશીર્વાદ લીધા. ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ મંત્રી પદના શપથ લીધા. 

લાઈવ અપડેટ્સ...

- શપથવિધિ દરમિયાન જય શિવાજી જય શિવાજીના નારા ગૂંજ્યા.
- નાગપુર ઉત્તરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ડો.નીતિન કાશીનાથ રાઉતે મંત્રી પદના શપથ લીધા. 
- કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે પણ મંત્રી પદના શપથ લીધા. તેઓ અહેમદનગરના સંગમનેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે. 

— ANI (@ANI) November 28, 2019

- શપથગ્રહણમાં અનેક મોટી રાજકીય હસ્તીઓ પહોંચી છે. જેમાં એમએનએસ પ્રમુખ અને ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, કપિલ સિબ્બલ, એનસીપી નેતા સુપ્રીયા સુલે, અજિત પવાર, નવાબ મલિક, છગન ભૂજબળ, પ્રફુલ્લ પટેલ, શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશી, મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ સહિત અન્ય નેતાઓ હાજર છે. 
- પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ પણ કાર્યક્રમમાં પહોંચ્યાં. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ મંચ પર હાજર હતાં. 
- એનસીપીના નેતા છગન ભૂજબળે પણ મંત્રી પદના શપથ લીધા.
- શપથગ્રહણ સમારોહમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓનો જમાવડો. 
- શપથગ્રહણ સમારોહમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓનો જમાવડો. 
-  એનસીપીના જયંત પાટિલે મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા.
- શિવસેનાના એકનાથ શિંદેએ મંત્રી પદના શપથ લીધા.

— ANI (@ANI) November 28, 2019

- ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા.
- ઉદ્ધવ ઠાકરે પણ શિવાજી પાર્ક પહોંચ્યાં.
- એનસીપીના નેતા અજિત પવાર, છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ થપથવિધિમાં પહોંચ્યાં. 

— ANI (@ANI) November 28, 2019

- ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પણ તાજપોશીમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. 
- ઉદ્ધવ ઠાકરે સાંજે 6 વાગે માતોશ્રીથી શિવાજી પાર્ક જવા માટે રવાના થયા હતાં. 

— ANI (@ANI) November 28, 2019

- સમારોહ માટે ભવ્ય મંચ તૈયાર કરાયો છે. જેમાં શિવાજી મહારાજની મૂર્તિ પણ રાખવામાં આવી છે. 
- શિવાજી પાર્કમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા છે. 
- શપથવિધિ પહેલા શિવસેના ભવન ઝળહળી રહ્યું છે. ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. 

— ANI (@ANI) November 28, 2019

- ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં મંચ પર ડીએમકે ચીફ એમ કે સ્ટલિન, ટીઆર બાલુ, કોંગ્રેસના અહેમદ પટેલ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ હાજર છે. 
- થોડીવારમાં શપથવિધિ, મંચની શાનદાર સજાવટ, નેતાઓનો થવા લાગ્યો છે જમાવડો.

મુખ્યમંત્રી ઉપરાંત મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ના ઘટક પક્ષોમાંથી 2-2 વિધાયક શપથ લેશે. એટલે કે ઉદ્ધવ ઠાકરે ઉપરાંત 6 મંત્રીઓ પણ શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર બિરાજમાન થનારા ત્રીજા નેતા છે. 

આ બાજુ એનસીપી નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) આજે શપથ નહીં લે. તમામ અટકળો પર વિરામ લગાવતા અજિત પવારે પોતે કહ્યું કે તેઓ આજે શપથ લેશે નહીં. જો કે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉપરાંત મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાંથી 2-2 ધારાસભ્યો લેશે. 

આ VIDEO પણ જુઓ

અજિત પવારે કહ્યું કે તેમાં એનસીપીના રાજ્ય અધ્યક્ષ જયંત પાટિલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળ સામેલ છે. તેમણે કહ્યું કે નવી સરકારના વિશ્વાસ મત મેળવ્યાં બાદ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યો કે તેમને બાદમાં કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. 

આ બાજુ મળતી જાણકારી મુજબ કોંગ્રેસ તરફથી બાળાસાહેબ થોરાટ શિવાજી પાર્કમાં મંત્રી પદના શપથ લઈ શકે છે. શિવસેના તરફથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news