એક જ પરિવારના 3 લોકો કોરોના રસીની ટ્રાયલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા પહોંચ્યા 

એક જ પરિવારના 3 લોકો કોરોના રસીની ટ્રાયલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા પહોંચ્યા 
  • સોલા સિવિલ ખાતે આજે એક જ પરિવારના ત્રણ લોકોએ કોરોનાની વેક્સીનનું ટ્રાયલ કરાવ્યું હતું.
  • ગુજરાતમાં હાલમાં જે રીતે મહામારી ફેલાઇ છે. તેની વેક્સીન જલદી તૈયાર થાય તે માટે વેક્સીન ટ્રાયલ માટે લોકો તૈયાર થઈ રહ્યા છે

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુરુવારથી અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં ભારત બાયોટેક કંપનીની કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ કરાયુ છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેક્સીનનું ટ્રાયલ ત્રીજા દિવસે પણ યથાવત છે. આ માટે રોજ અનેક લોકો સ્વેચ્છાએ રસી (corona vaccine) લેવા પહોંચી રહ્યાં છે. મેડિકલ પ્રોટોકોલ મુજબ રસી આપવાનું કામ થઈ રહ્યું છે. રસી લેનાર દરેકનું પૂરતું મોનિટરીંગ કરાઈ રહ્યું છે. ત્યારે રસી લેનારા વોલિયન્ટર્સની સંખ્યા વધી છે. 20 કરતાં વધારે લોકો વોલિન્ટીયર તરીકે સામે આવ્યા છે. તમામ લોકો વેક્સીન ટ્રાયલના ક્રાઇટેરીયામાં ફીટ હોવાથી તેમની પર રસીનું ટ્રાયલ કરાયું છે. ત્યારે આજે અમદાવાદના એક જ પરિવારના ત્રણ લોકો વેક્સીનની ટ્રાયલ માટે હોસ્પિટલ પહોંચ્યા છે.

સોલા સિવિલ ખાતે આજે એક જ પરિવારના ત્રણ લોકોએ કોરોનાની વેક્સીનનું ટ્રાયલ કરાવ્યું હતું. લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ પરિવારે વેક્સીન લેવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં હાલમાં જે રીતે મહામારી ફેલાઇ છે. તેની વેક્સીન જલદી તૈયાર થાય તે માટે વેક્સીન ટ્રાયલ માટે લોકો તૈયાર થઈ રહ્યા છે અને સ્વયંભૂ રીતે ટ્રાયલ માટે આગળ આવી રહ્યાં છે. ત્રણ દિવસમાં અનેક લોકોએ વેક્સીન લીધી છે. જોકે, હજી સુધી તેઓને કોઈ આડઅસર જોવા મળી નથી. 

શહેરમાં કોરોના ટ્રાયલ વેકસીન માટે વોલન્ટિયર ઇન્કવાયરી કરી રહ્યા છે. તેની સાથે રોજ 50 જેટલા ફોન કોલ આવે છે. જેઓ વોલન્ટિયર બનવા અંગેની માહિતી મેળવે છે. સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે.

  • વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે.
  • વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યારબાદ મહિના પછી બીજો ડોઝ અપાશે. 
  • રસી લેનારાઓનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે. 
  • રસી મૂકાવનારાઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. 
  • રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.
  • તાલીમ મેળવેલ તબીબો જ રસીને આપી શકશે. 
  • રસી આપવા માટે ખાસ ક્લિનિકલ ટ્રાયલ રૂમ બનાવાયો છે. 

આ પણ વાંચો : 30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો

રસી માટે નામ નોંધાવી શકાશે 
આ માત્ર રસીનું ટ્રાયલ છે. ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news