young girl

તરૂણ યુવતીને ભગાડી કચ્છમાં લઇ જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને ખેડા કોર્ટે આપી આકરી સજા

કોર્ટે આરોપીને આપી ૧૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી હતી. જુલાઈ 2020 માં અજયભાઈ જુવાનસિંહ તડવી (રહેવાસી ગોબલજ)એ ખેડા તાલુકાના વાસણા મારગિયા ગામની સગીર યુવતીને ફોસલાવી પટાવી બળાત્કાર કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. અજય સગીરાને ભગાડીને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ગોવિંદભાઈ મનજીભાઈ લીંબાણીની વાડીમાં લઇ જઇને ગોંધી રાખી હતી. વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

Feb 20, 2021, 09:28 PM IST

યુવતીને કહ્યું તને નોકરી પણ મળશે અને સ્વર્ગ પણ દેખાડીશ આ સફેદ પાઉડરથી તને બધુ જ મળશે અને...

* રાજકોટની યુવતી પર ગેંગરેપમાં વધુ એક નરાધમની ધરપકડ
* યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારની થઇ ધરપકડ
* ચાર નરાધમોએ  ભેગા મળી યુવતી પર કર્યો હતો ગેંગરેપ
* અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી જૈમીન પટેલને ઝડપ્યો

Jan 29, 2021, 06:45 PM IST

ગીર સોમનાથની દિકરીએ મેડલોનો કર્યો ઢગલો કર્યો, સમગ્ર પંથકનું નામ કર્યું રોશન

જિલ્લાના પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશ કર્યું છે. દેશમાં યોજાતી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેઢાવાડા ગામમાં જ્યાં ભુપતભાઇ નામના વ્યક્તિ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દીકરી, એક દિકરો અને પતિ પત્ની આમ કુલ પાંચ લોકોનો આ પરિવાર માત્ર ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર છે. 

Jan 24, 2021, 11:32 PM IST

નર્ક જેવી સ્થિતીમાં યુવતીને પરિવારે ગોંધી રાખી, સામાજિક સંસ્થા પહોંચી તો જે સામે આવ્યું તે કાચા પોચા લોકો વાંચી થથરી જશે

સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના ફરી રાજકોટમાં બની છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાએ છોડાવી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. 

Jan 18, 2021, 07:00 PM IST

અમદાવાદ: યુવકે બાળકીને કહ્યું જા ચોકલેટ લઇ આવ, પછી મોટી બેન સાથે...

શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે, કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતી. તરૂણી હોવાનાં કારણે પોલીસ પણ ઘટનાની ગંભીરતા સમજીને દોડતી થઇ હતી.

Jan 17, 2021, 09:54 PM IST

મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર

શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

Dec 28, 2020, 11:07 PM IST

મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...

જોધપુરમાં  બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી કરનાર ફૂડ ડિલીવરી બોયને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 70 સીસીટીવી તપાસ્યા બાદ આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આરોપી ડિસ્કવરી પચનામું કરી વધુ તપાસ શરૂ કરી. સેટેલાઈટમાં ઈવનિંગ વોકમાં નીકળેલી યુવતી બંધન પાર્ટી પ્લોટ પહોંચી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળ સ્પર્શ કરી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. જે મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને આરોપીની કોઈ ભાળ મળતી ન હતી. જો કે આનંદનગર પોલીસે ગુના ભેદ ઉકેલવા લગભગ 70 થી વધુ સીસીટીવી તપાસી ચેક કરતા એક કડી મળી અને તેના આધારે યુવતી છેડતી કરનાર ઝડપાઇ ગયો.

Oct 22, 2020, 10:06 PM IST

યુવતી ટ્રાફીક સિગ્નલ પર ઉભી રહી અને યુવકે અચાનક આવીને જે કર્યું તે સાંભળી તમે થઇ જશો શર્મસાર

શહેરમાં અસામાજીક તત્વોમાં પોલીસનો કોઇ જ ખોફ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. સુરતમાં મારામારી, લૂંટ, હત્યા અને દુષ્કર્મ જેવી ઘટનાઓ છાશવારે થતી રહે છે. આ ઉપરાંત મહિલા સુરક્ષાની દ્રષ્ટીએ પણ સુરત હવે ધીરે ધીરે જોખમી બનતું જઇ રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. એક યુવતી પોતાના કાકા સાથે બાઇક પર જઇ રહી. ટ્રાફીક સિગ્નલ પર તેઓ ઉભા રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી તેની કમર પર કોઇ હાથ ફેરવી રહ્યું હોય તેવું લાગતા તેણે પાછળ જોયું તો. સિગ્નલમાં પાછલ ઉભેલો યુવક તેની કમર પર હાથ ફેરવી રહ્યો હતો. 

Oct 13, 2020, 11:38 PM IST

પપ્પા હું પ્રેમને પામવા જઇ રહી છું મને શોધશો નહી? તરૂણીને પ્રેમીએ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો અને...

 શહેરના ગોમતીપુરમાં એક એવી વિચિત્ર પ્રેમ કહાની સામે આવી જે સાંભળીને ખુદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ 17 વર્ષની સગીરા તેના પિતાને સોરી સોરી સોરી આટલું લખી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. શરૂઆતમાં તો તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા નીકળી હતી પરંતુ ઉંમર નાની હોવાથી લગ્ન ન કરી શકે બાદમાં પ્રેમીના ધાંગધ્રા ખાતેના ગામ ગઈ પરંતુ બાદમાં તેને જાણ થઈ કે પોલીસ ફરિયાદ થઇ ગઇ છે. જેના કારણે તેના પ્રેમીએ તેને વિરમગામ એકલી મૂકી દીધી.સગીરાના પરિવારને જાણ કરી દીધી હતી. 

Oct 5, 2020, 10:30 PM IST

યુવકની ઉંમર નાની હોવાથી યુવતી સાથે કર્યો મૈત્રી કરાર, જો કે અચાનક...

શહેરનાં વાડજ વિસ્તારની એક યુવતી સાથે પ્રેમસબધમાં વિશ્વાસઘાત થયો. આ વાત ભલે સામાન્ય લાગતી પણ યુવતીએ પ્રેમ સબંધનો દુખદ અંત આવ્યો છે. પ્રેમીએ મૈત્રી કરાર રદ કરીને યુવતીને ઘરની બહાર કાઢી મુકતા પ્રેમી વિરૂદ્ધ આ ફરિયાદ નોંધાઇ છે. જોકે હાલ યુવતીને તરછોડી દેતા યુવતીએ પોતાના માતા પિતાનો સહારો લેવો પડ્યો છે. 

Jan 31, 2020, 07:19 PM IST

કોડીનારઃ 16 વર્ષની યુવતીની છરીના ઘા મારી હત્યા કરાઈ, જંગલમાંથી મળી લાશ

આજે સવારે આ યુવતીનો મૃતદેહ તેના ઘરથી બે કિમી દૂર જંગલની ઝાડીમાંથી મળી આવ્યો હતો. 

Nov 6, 2018, 05:51 PM IST

સુરતમાં પતિએ ગળું દબાવીને કરી પત્નીની હત્યા

સુરતમાં પતિએ પત્નીની હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

Apr 16, 2018, 10:12 PM IST