પબુભા માણેક News

મોરારી બાપુ પર હુમલાના વિરોધમાં મહુવા સજ્જડ બંધ, પબુ ભાની માફીની માંગણી
મોરારી બાપુના સમર્થનમાં આજે મોરારી બાપુનું ગામ જે તાલુકામાં આવેલું છે તે મહુવા તાલુકો, મોરારી બાપુનાં ગામ તલગાઝરડા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ રહ્યા હતા. મોરારી બાપુ પર થયેલા હુમલા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે હુમલા અંગે મહુવામાં બેઠક પણ મળી હતી. જેમાં મહુવા રાજકીય પક્ષનાં કાર્યકરો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુસંતો સહિત વિચારકો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનનાં પગલે મહુવા અને વીરપુર બંન્ને સ્થળો પર સજ્જડ સ્વયંભુ બંધ પળાયો હતો.
Jun 20,2020, 16:57 PM IST
મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, આહિર સમાજે પબુભાને માફી માંગવા કહ્યું, નહિ તો
દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 
Jun 19,2020, 14:54 PM IST

Trending news