સિંગાપુર News

અમદાવાદમાં યોજાશે વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ નેશનલ ચેમ્પિયનશિપ 2018
નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નુ અમદાવાદમાં તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક ભવ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરશે.  ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જીન્યરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ, તા. 15 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શિપનુ ઉદ્ઘાટન કરશે. આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને કેટલાક હજાર વિદ્યાર્થી તેમાં સામેલ થાય છે.
Sep 14,2018, 9:24 AM IST

Trending news