Video : આ ટેણિયું જબરું ખેપાની, ટેકનોલોજીનો વાપરવાનો આઇડિયા જોઈ આંખો થશે પહોળી
આ અમેરિકન બાળકનો વીડિયો વાઇરલ બન્યો છે
Trending Photos
નવી દિલ્હી : આપણી આસપાસ રહેલા સ્માર્ટ ડિવાઇસ બાળકને અલગ રીતે જ સ્માર્ટ બનાવી રહ્યા છે. આ સાધનોની મદદથી બાળકો કેટલાક દુર્ગુણ શીખી રહ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં આવું જ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં એક માતાએ પોતાના દીકારને સ્માર્ટ ડિવાઇસ અલેક્સાની મદદથી ગણિતનું હોમવર્ક કરતા પકડી લીધો છે. ટ્વિટર પર આ વીડિયો Yerelyn Cueva નામની મહિલાએ પોસ્ટ કર્યો છે.
Lmfao should i whoop him now or later pic.twitter.com/mZEJsWWn4W
— Yerelyn (@spanishbarbie22) December 20, 2018
આ વીડિયોમાં બાળક પોતાનું હોમવર્ક કરતી વખતે અલેક્સાને પૂછે છે કે પાંચમાંથી ત્રણ માઇનસ કરાય તો કેટલા બચે ? આ સાંભળીને અલેક્સા જવાબ આપે છે કે બે બચે. આમ, હોમવર્કમાં મદદ કરવા બદલ બાળક પછી અલેક્સાનો આભાર માને છે. Yerelyn Cuevaએ ન્યૂ યોર્ક પોસ્ટને આ અનુભવ જણાવ્યો છે.
આ મુદ્દો માતા-પિતા માટે એક ચિંતાનો વિષય છે. જો ઘરમાં અલેક્સા જેવું સ્માર્ટ ડિવાઇસ હોય તો બાળક પોતાની મેળે ગણિતના અઘરા સવાલો ઉકેલવાને બદલે અલેક્સાની મદદથી ઉકેલીને છેતરપિંડી કરી છે. આ સંજોગોમાં સ્માર્ટ ડિવાઇસ વાપરતી વખતે માતા-પિતાએ વધારે સ્માર્ટ થઈ જવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે