શું સ્માર્ટફોનની જેમ પાવરબેંકમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ, કેટલો સેફ છે તેનો યૂઝ?

power bank online: તેવામાં યૂઝર્સે હંમેશા હાઈ-ગ્રેડ લિથિયમ-પોલિમર બેટીવાળી જ પાવર બેંક ખરીદવી જોઈએ. તેમાં થોડા વધારે પૈસા લાગે છે. પરંતુ સુરક્ષા માટે તે જરૂરી છે. 

શું સ્માર્ટફોનની જેમ પાવરબેંકમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ, કેટલો સેફ છે તેનો યૂઝ?

power bank online price: સ્માર્ટફોનની સાથે સાથે લોકો ટ્રેવલ દરમિયાન પોતાની સાથે પાવરબેંક રાખવાનું પણ પસંદ કરે છે. જેનાથી કોઈ પણ સમયે ફોન ચાલું રહે. સામાન્ય રીતે ફોન 50,000ahની બેટરી સાથે આવે છે. જ્યારે પાવરબેંકમાં તેનાથી ડબલ બેટરી હોય છે. ત્યારે તમારા માટે તે જાણવું જરૂરી છે કે, ફાટી શકે છે કે નહીં. તો તેનો જવાબ છે હા. પાવરબેંક જરૂર ફાટી શકે છે. અમુક પાવર બેંક લો ક્વોલિટી પાવર સેલની સાથે આવે છે. તેવામાં તેના ઓવરચાર્જિંગના કારણે બ્લાસ્ટ થઈ શકે છે. બ્લાસ્ટ થવાના કારણે ડિવાઈસ અને ત્યાં રહેલા વ્યક્તિ માટે ખતરારૂપ છે.

તેવામાં યૂઝર્સે હંમેશા હાઈ-ગ્રેડ લિથિયમ-પોલિમર બેટીવાળી જ પાવર બેંક ખરીદવી જોઈએ. તેમાં થોડા વધારે પૈસા લાગે છે. પરંતુ સુરક્ષા માટે તે જરૂરી છે. 

જણાવી દઈએ કે, સારી પાવર બેંક ખરીદ્યા બાદ પણ એવું નથી કે, પાવર બેંકમાં બ્લાસ્ટ નહીં થાય. જો પાવર બેંકમાં ખરાબ સર્કિટ ડિઝાઈન અથવા બિલ્ડ ક્વોલિટી હોય તો પણ બ્લાસ્ટ થઈ શકે છે. 

તેવી જ રીતે, ઘણા લોકો પાવર બેંકનો ખરાબ રીતે ઉપયોગ કરે છે. જેમ કે તેને આખી રાત ચાર્જમાં મૂકી દેવી, ઉનાળા દરમિયાન કારમાં પાવર બેંક છોડી દેવી અથવા તેને કોઈપણ ભેજવાળી જગ્યાએ રાખવી. આવી સ્થિતિમાં પાવર બેંકમાં ફોલ્ટ આવવા લાગે છે અને આગ લાગવાની શક્યતા વધી જાય છે.

આવી સ્થિતિમાં કોઈપણ સંભવિત અકસ્માતથી બચવા માટે પાવર બેંકને ઠંડી રાખવાનો પ્રયાસ કરો. જ્યારે પણ એવું લાગે કે તેનું તાપમાન વધી રહ્યું છે, તો તેને તરત જ બંધ કરી દો. તે પણ વધારે ચાર્જ કરશો નહીં. જો પાવર બેંક પાસે પાસ-થ્રુ ચાર્જિંગ નથી, તો તેને ચાર્જ કરતી વખતે અન્ય ઉપકરણોને ચાર્જ કરશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news