વોટ્સએપ પેમેન્ટ ફીચર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ખતરોઃ વિજય શેખર શર્મા

વોટ્સએપ પેમેન્ટ ફીચર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ખતરોઃ વિજય શેખર શર્મા

 

 વોટ્સએપ પેમેન્ટ ફીચર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ખતરોઃ વિજય શેખર શર્મા

નવી દિલ્હીઃ વોટ્સએપના ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લોન્ચ કર્યા બાદ દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm) વોટ્સએપ વિરુદ્ધ અપીલ દાખલ કરવાની તૈયારીમાં છે. પેટીએમના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ કહ્યું કે, વોટ્સએપની ડિજિટલ પેમેન્ટ સર્વિસની વિરુદ્ધ તેની કંપની યૂપીઆઈ પાસે અપીલ દાખલ કરશે. તેમણે કહ્યું કે, ઈન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં શરૂઆત કરવા માટે ઘણી અયોગ્ય રીતનો ઉપયોગ કર્યો છે. 

નિયમોનું પાલન ન કર્યું
વિજય શેખર શર્માએ વોટ્સએપના નવા ફીચરને સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટી ખતરો માનતા કહ્યું કે વોટ્સએપના આ ફીચરને કારણે ડિજિટલ લેણદેશની સુરક્ષા પર સવાલ ઉઠી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે વોટ્સએપે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ઉતરવા માટે નિયમોનું પાલન કર્યું નથી. પેટીએમના સીઈઓએ કહ્યું કે વોટ્સએપથી પૈસા મોકલવા માટે લોગઈન અને આધારની જરૂરીયાત ફરજીયાત કરવામાં આવી નથી. 

પેટીએમે તેની વિરુદ્ધ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)માં ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે યૂપીઆઈ સિસ્ટમને એનપીસીઆઈએ તૈયાર કરી છે. પીટીએમના સીઈઓએ કહ્યું કે વોટ્સએપે પોતાની જરૂરીયાત મુજબ નિયમોમાં ફેરફાર કર્યો છે. વોટ્સએપે તેનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. લાખો યૂઝર્સોને વોટ્સએપ પેમેન્ટ ફીચરને ટ્રાયલ તરીકે ઉપયોગ કરવાની આઝાદી આપવામાં આવી છે. જ્યારે ટ્રાયલમાં 5 થી 7 હજાર લોકોને મંજૂરી મળે છે. 

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ભારતમાં 20 કરોડ વોટ્સએપ યૂઝર્સ છે. તેવામાં વોટ્સએપનું નવુ ફીચર આવ્યા બાદ પેટીએમને મોટુ નુકશાન થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news