એપ્પલનું વેચાણ ઘટતાં સ્માર્ટફોન બજારમાં આંચકો, સેમસંગે ફરી બનાવ્યો રેકોર્ડ
Trending Photos
નવી દિલ્હી: એપ્પલ (Apple)નું વેચાણૅ 30 ટક ઘટવાથી વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં દુનિયાભરમાં પ્રીમિયમ સ્માર્ટફોનના બજારમાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ વાત કાઉન્ટરપોઇન્ટ રિસર્ચનો એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું. કાઉન્ટ પોઇન્ટ રિસર્ચના માર્કેટ મોનિટર સર્વિસ રિપોર્ટ અનુસાર ત્રિમાસિક દરમિયાન દુનિયાભરમાં પ્રીમિયમ સેગમેંટમાં સેમસંગની બજારમાં એક ચતૃથાંશ ભાગીદારી રહી, જોકે ગત એક વર્ષમાં કંપનીની સૌથી મોટી ભાગીદારી છે.
હુઆવેઇએ પણ બજારમાં બઢત બનાવી
આ દરમિયાન સેમસંગે પહેલીવાર એસ-સીરીઝમાં ત્રણ ડિવાઇસ લોન્ચ કર્યા, જ્યારે સામાન્ય રીતે કંપની બે ડિવાઇસ લોન્ચ કરતી હતી. ચીનની કંપની હુઆવેઇએ પણ પ્રીમિયમ બજારમાં બેવડા અંકની ભાગીદારી નોંધાવી છે. કેમેરાની સારી ક્વોલિટી અને આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ (એઆઇ) ટેક્નોલોજીના લીધે હુઆવેઇએ ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કર્યું, જેમાં તેના મેટ તથા પી-સીરીઝના ફોનની સારી ક્વોલિટીનું મોટું યોગદાન રહ્યું.
રિસર્ચ એનાલિસ્ટ વરૂણ મિશ્રાએ એક નિવેદનમાં કહ્યું કે 'યૂઝરના પોતાના આઇફોનને લાંબા સમય સુધી રાખવાની પ્રવૃતિથી એપ્પલના વેચાણ પર અસર પડી. આઇફોન બદલવાનું ચક્ર સરેરાશ બે વર્ષથી વધીને ત્રણ વર્ષથી વધુ થઇ ચૂક્યું છે. તો બીજી તરફ ગેલેક્સી એસ-10 સીરીઝની ડિઝાઇનમાં મોટો ફેરફાર આવતા અને આઇફોનની તુલનામાં સારી ઓફર મળતાં સેમસંગ અને એપલ વચ્ચે ઓછું અંતર રહ્યું છે, જેથી સેમસંગને ફાયદો મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે