ઓરેન્જ રંગના ફ્રોકમાં સારા અને સૈફનો વીડિયો વાઇરલ, ક્યુટનેસમાં તૈમુરને આપે છે ટક્કર

સારા અલી ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે

ઓરેન્જ રંગના ફ્રોકમાં સારા અને સૈફનો વીડિયો વાઇરલ, ક્યુટનેસમાં તૈમુરને આપે છે ટક્કર

મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે બહુ જલ્દી પોતાની આગામી ફિલ્મ લવ આજ કલ 2માં બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સાથે રોમેન્સ કરતી જોવા મળશે. હાલમાં સારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો સારાના બાળપણનો છે અને એમાં તે પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળશે. સારાનો આ વીડિયો તેના ફેનક્લબ પેજ પર શેયર કરવામાં આવ્યો છે. આમાં બે ચોટલીમાં અને ઓરેન્જ ફ્રોકમાં સારા સુપરક્યુટ લાગે છે. સૈફ અને કરીનાનો દીકરો તૈમુર બહુ જ ક્યુટ છે પણ ક્યુટનેસના મામલામાં સારા તૈમુરને ટક્કર આપે એવી લાગે છે. 

A post shared by Sara Ali Khan (@saraalikhan_daily) on

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે અને તેની બંને ફિલ્મો કેદારનાથ તેમજ સિમ્બા હિટ સાબિત થઈ છે. જોકે સિમ્બામાં તેનો રોલ થોડો નાનો હતો અને તે પડદા પર 15 મિનિટ માટે જ જોવા મળી હતી. આ સંજોગોમાં સારાએ એક્ટર ટાઇગર શ્રોફ સાથે બાગી 3માં કામ કરવાની ના પાડી દીધી છે કારણ કે તેને લાગે છે કે જો બાગી 3માં પણ તેનો રોલ નાનો હશે તો તેની કરિયર માટે આ વાત યોગ્ય સાબિત નહીં થાય. સારાએ આ કારણોસર બહુ વિચાર્યા પછી આખરે બાગી 3માં કામ કરવાની ના પાડી દીધી છે. સારા ઇચ્છે છે કે તે દમદાર પાત્રવાળી ફિલ્મમાં જોવા મળે અને દર્શકોને પણ તેની એક્ટિંગ ગમે. 

હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છે છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news