આવી ગયું ઈલેક્ટ્રિક બુલેટ! જબરદસ્ત રેન્જ અને રિવર્સ મોડમાં પણ ભાગશે બાઈક

રોયલ એનફિલ્ડ બુલેટનો ક્રેઝ યુવાઓમાં શું દરેક જણમાં જોવા મળતો હોય છે. ત્યારે લોકોને રોયલ એનફિલ્મડના ઈલેક્ટ્રિક અવતારનો પણ ઈન્તેજાર છે. રોયલ એનફિલ્ડના ઈલેક્ટ્રિકફિકેશન અંગે કંપનીએ પોતાા ઈરાદા સ્પષ્ટ કર્યા છે કે તેઓ આ દિશામાં કામ કરે છે. પરંતુઆ પહેલા આજે અમે તમને ઈલેક્ટ્રિક બુલેટથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ

આવી ગયું ઈલેક્ટ્રિક બુલેટ! જબરદસ્ત રેન્જ અને રિવર્સ મોડમાં પણ ભાગશે બાઈક

રોયલ એનફિલ્ડ બુલેટનો ક્રેઝ યુવાઓમાં શું દરેક જણમાં જોવા મળતો હોય છે. ત્યારે લોકોને રોયલ એનફિલ્મડના ઈલેક્ટ્રિક અવતારનો પણ ઈન્તેજાર છે. રોયલ એનફિલ્ડના ઈલેક્ટ્રિકફિકેશન અંગે કંપનીએ પોતાા ઈરાદા સ્પષ્ટ કર્યા છે કે તેઓ આ દિશામાં કામ કરે છે. પરંતુઆ પહેલા આજે અમે તમને ઈલેક્ટ્રિક બુલેટથી વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. આ બાઈકને બેંગ્લુરુ બેસ્ડ બુલેટિયર કસ્ટમ્સે તૈયાર કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ઈલેક્ટ્રિક બુલેટનું નામ Gasoline છે. જાણો આ ઈલેસ્ટ્રિક બુલેટ વિશે....

બુલેટિયર કસ્ટમ્સ છેલ્લા 16 વર્ષથી ખાસ કરીને રોયલ એનફિલ્ડની ગાડીઓેના કસ્ટમાઈઝેશનનું કામ કરે છે. હાલમાં જ ફર્મે રોયલ એનફિલ્ડની જાણીતી બાઈક 1984 મોડલ બુલેટને ઈલેક્ટ્રિક અવતારમાં ડેવલપ કરી છે. એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ફર્મના ફાઉન્ડર રિકાર્ડો પરેરાએ કહ્યું કે તેમની પાસે પિતાએ ભેટમાં આપેલી 1984 મોડલ રોયલ એનફિલ્ડ બુલેટ હતું જે પરંપરાગત ગિયર સિસ્ટમ સાથે આવતું હતું. તેઓ પુત્ર માટે એવી બાઈક ખરીદવા માંગતા હતા જે ઈલેક્ટ્રિક હોય અને અહીંથી જ તેમને પોતાની જૂની બુલેટને ઈલેક્ટ્રિક અવતારમાં ફેરવવાનો આઈડિયા આવ્યો. આ માટે જૂની બાઈકમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા, બાઈકના લુક અને ડિઝાઈન સાથે મિકેનિઝમ ઉપર પણ ખુબ કામ કર્યું. 

શું છે બાઈકની ખાસિયતો
રિકાર્ડોના જણાવ્યાં મુજબ બાઈકને બોબર લુક આપવા માટે ચેચિસને 3 ઈંચ લાંબી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી ડિઝાઈનમાં ફ્યૂલ ટેંક અપાઈ છે. એન્જિન પાર્ટને હટાવીને ત્યાં બેટરી રખાઈ છે. કવર કરવા માટે  ખાસ કવર તૈયાર કરાયું છે જે એક મોટા એન્જિન જેવું દેખાય છે. ફ્યૂલ ટેંકમાં બાઈકને કંટ્રોલર આપવામાં આવ્યું છે જે અલગ અલગ ડ્રાઈવિંગ મોડ આપે છે. જેનો કંટ્રોલર નાઈટ્રો બુસ્ટ સિસ્ટમ પણ આપે છે. જેનાથી બાઈકની મોટર શરૂઆતમાં 5 સેકન્ડ સુધી ખુબ પાવરફૂલ રહે છે. 

ડ્રાઈવિંગ રેજ અને પરફોર્મન્સ
ઈલેક્ટ્રિક બુલેટને બનાવવામા મુંબઈ બેસ્ડ ગોગો એ1 ફર્મથી 5kW ક્ષમતાની BLDC હબ મોટર લેવાઈ છે. બાઈક રેગ્યુલર મોડમાં 90 કિમી અને ઈકોનોમી મોડમાં 100 કિમીથી વધુ ડ્રાઈવિંગ રેંજ આપે છે. બેટરીને ફૂલ ચાર્જ થવામાં લગભગ 7 કલાકનો સમય લાગે છે. 15 એમ્પીયરના ઘરેલુ સર્કિટથી કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે. ટોપ સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક છે. 

ઈલેક્ટ્રિક બુલેટમાં ત્રણ અલગ અલગ ડ્રાઈવિંગ મોડ અપાયા છે. જેમાં રિવર્સ મોડ પણ છે. એટલે કે તમે બાઈકને રિવર્સ મોડમાં પણ ડ્રાઈવ કરી શકો છો. તેમાં ગિયર લીવરની જગ્યાએ મોડ સ્વિચ ગિયર અપાયા છે. અલગ અલગ મોડની પસંદગી કરી શકો છો. બાઈકની ખાસિયત એ છે કે તેમાં બેલ્ટકે ચેઈન સિસ્ટમ આપવામાં આવી નથી. એટલે કે ઈલેક્ટ્રિક હબ મોટરના પાછળવાળા પૈડામાં જ લગાવવામા આવી છે જે રિયર વ્હીલને સીધો પાવર આપે છે. 

આ બાઈકને ઈલેક્ટ્રિક અવતારમાં તૈયાર કરવાનું સ્ટાન્ડર્ડ મોડલનું એન્જિન 45 કિગ્રાનું હતું અને તેમાં ઉપયોગમાં લેવાતી બેટરીનું વજન 37 કિગ્રા છે. બાઈકમાં કસ્ટમાઈઝેશન બાદ વજન ઘણું ઓછું થઈ ગયું. રેગ્યુલર પેટ્રોલ મોડલનું વજન 161 કિગ્રાની આજુબાજુ હતું ત્યાં આ ઈલેક્ટ્રિક મોડલનું વજન 145 કિગ્રા છે. જે સારી ડ્રાઈવિંગ રેન્જ આપવામાં મદદ કરે છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news