Whatsapp પર કોઈને ભૂલથી SEND થઈ ગયો છે MSG,આટલા કલાક સુધી ના કરશો ચિંતા

Whatsapp Update: શું તમારાથી વોટ્સએપ પર ભૂલથી કોઈને મેસેજ સેન્ડ થઈ ગયો છે. તો હવે તમે એ મેસેજને બે દિવસ પછી પણ ડીલીટ કરી શકશો. શું છે આ નવું ફિચર આવો જાણીએ. 

Whatsapp પર કોઈને ભૂલથી SEND થઈ ગયો છે MSG,આટલા કલાક સુધી ના કરશો ચિંતા

Whatsapp Update: Whatsapp પોતાના યુઝરના એક્સિપિરિયન્સને વધુ સારો બનાવવા માટે નવા નવા અપડેટ લાવતું રહે છે. હવે આમ જ Whatsapp એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, મેટાની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડિલિટ મેસેજ ફોર એવરીવન ફિચર માટે અપડેટ લાવી રહ્યું છે. આના થકી વપરાશકર્તા લાંબા સમય બાદ પણ મેસેજને ડિલિટ ફોર એવરિવન કરી શકશે. Whatsappનું આ નવું ફિચર હાલ તો કેટલાક બીટા ટેસ્ટર માટે જ ઉપલબ્ધ કરાવાયું છે. આને લઈને WA બીટા ઈન્ફોએ રિપોર્ટ કર્યો છે. આપને જણાવી દઈએ કે WA બીટા ઈન્ફો વોટ્સએપના અપકમિંગ ફીચર પર નજર રાખે છે. 

આનાથી યુઝરને Whatsappમાં થનારા લેટેસ્ટ ફેરફાર વિશે પૂરી જાણકારી મળી જાય છે. Whatsappનું આ નવું ફિચર ઘણા લોકો માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. કંપનીનું ડિલિટ ફોર એવરીવન ફિચર એક કલાક આઠ મીનિટ અને સોળ સેકન્ડની લિમીટ સાથે આવે છે. હવે જે અપડેટ આવશે તેની ટાઈમ લીમીટ વધારી દેવાઈ છે. રિપોર્ટ અનુસાર, આની ટાઈમ લીમીટ વધારીને બે દિવસ અને બાર કલાક કરી દેવામાં આવી છે. આને લઈને WA બિટા ઈન્ફોએ સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. 

આપને જણાવી દઈએ કે આ ફિચર હાલતો સિલેક્ટેડ બિટા ટેસ્ટર માટે જ ઉપલબ્ધ છે પણ જો બધું બરાબર રહ્યું તો કંપની આને જલ્દી જ તમામ યુઝર માટે જાહેર કરી દેશે. જો કે કંપની તરફથી આ વિશે કોઈ આધિકારીક જાણકારી નથી આપવામાં આવી. આ સિવાય પણ Whatsapp ઘણા બીજા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જેનાથી યુઝરને સરસ મેસેજિંગ એક્સપિરિયન્સ મળી શકશે. આમાં એક ફિચર એવું છે કે તમે સિલેક્ટેડ લોકોને તમે ઓનલાઈન છો તે બતાવી શકો.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news