પાકિસ્તાનમાં હિન્દુ બાળકીને દારૂ પીવડાવી ગેંગરેપ ગુજારી તરફડીયા મારતી ફેંકી દીધી ખુલ્લા મેદાનમાં

પાકિસ્તાની મીડિયા અનુસાર 13 વર્ષની બાળકી ઘરનો સામાન ખરીદવા માટે બજાર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક ગુંડાઓએ તેનું અપહરણ કરી લીધું. ત્યાર પછી તેને પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો. બાળકી પર જ્યારે દારૂનો નશો ચડી ગયો ત્યારે આ ગુંડાઓએ તેની સાથે બળજબરી કરીને બળાત્કાર ગુજાર્યો. બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા તેના પિતા અને ભાઈ શોધવા નિકળ્યા ત્યારે જોયું તો એક ખુલ્લા મેદાનમાં આ બાળકી તરફડીયા મારી રહી હતી. 
 

પાકિસ્તાનમાં હિન્દુ બાળકીને દારૂ પીવડાવી ગેંગરેપ ગુજારી તરફડીયા મારતી ફેંકી દીધી ખુલ્લા મેદાનમાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અત્યંત ખરાબ બનતી જઈ રહી છે. તાજેતરમાં જ બહાર આવેલી વધુ એક ઘટનાએ સાબિત કર્યું છે કે, પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના લોકો સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના સિંધ રાજ્યમાં ટાંડો મોહમ્મદ ખાન નામના એક ગામમાં 7 જુનના રોજ 13 વર્ષની એક હિન્દુ બાળકી પર લોહી ઉકળી જાય તેવો નિર્દયી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. 
 
પાકિસ્તાની મીડિયા અનુસાર 13 વર્ષની બાળકી ઘરનો સામાન ખરીદવા માટે બજાર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક ગુંડાઓએ તેનું અપહરણ કરી લીધું. ત્યાર પછી તેને પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો. બાળકી પર જ્યારે દારૂનો નશો ચડી ગયો ત્યારે આ ગુંડાઓએ તેની સાથે બળજબરી કરીને બળાત્કાર ગુજાર્યો. બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા તેના પિતા અને ભાઈ શોધવા નિકળ્યા ત્યારે જોયું તો એક ખુલ્લા મેદાનમાં આ બાળકી તરફડીયા મારી રહી હતી. 

દારૂના નશામાં રહેલી બાળકી પર નરાધમોએ એટલો અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો કે તેની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી હતી. તે મેદાનમાં ચિત્ર-વિચિત્ર હરકતો કરતી હતી અને તરફડીયા મારતી હતી. બાળકીની આવી સ્થિતિ જોઈને પરિજનો ડરી ગયા હતા. 

પોલીસે બાળકીના નિવેદનના આધારે ફરિયાદ દાખળ કરી છે અને મીડિયા રિપોર્ટ મુજબ 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, લોકોનો આરોપ છે કે તેમને બચાવવા માટે પોલીસે હળવી કલમોનો ઉપયોગ કર્યો છે. બળાત્કારમાં સામેલ અન્ય આરોપીઓને છાવરવામાં આવી રહ્યાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બાલાકોટ પછી સિંધ રાજ્યમાં અનેક હિન્દુ બાળકીઓ-યુવતીઓનું અપહરણ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ 27 મેના રોજ પણ સિંધમાં હિન્દુઓ સામે જોરદાર હિંસા થઈ હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news