જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સૌથી વધુ આંચકા હોક્કાઈડોમાં અનુભવાયા

જાપાનમાં ગુરુવારે સવાર સવારમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.

જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સૌથી વધુ આંચકા હોક્કાઈડોમાં અનુભવાયા

નવી દિલ્હી: જાપાનમાં ગુરુવારે સવાર સવારમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. મળતી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. ભારતીય સમય મુજબ સવારે 5.16 વાગે અહીં ભૂકંપ આવ્યો. ભૂકંપથી લોકોમાં દહેશતનો માહોલ છે. 

— ANI (@ANI) August 29, 2019

કહેવાય છે કે ઉત્તર જાપાનાં આઓમોરી પ્રાંતના પૂર્વ તટ નજીકના વિસ્તારોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. સૌથી વધુ જાપાનના હોક્કાઈડોમાં આંચકા મહેસૂસ થયા છે. ભૂકંપના કારણે હજુ સુધી જો  કે કોઈ જાનમાલની હાનિના અહેવાલ નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે જાપાનમાં 13 જુલાઈા રોજ નાઝથી 169 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં પણ 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા મહેસૂસ થયા. અમેરિકી ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણે તેની જાણકારી આપી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર 29.3349 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 128.1371 ડિગ્રી પૂર્વ દેશાંતર પર 242.18 કિમીની ઊંડાણમાં હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news