Baba Vanga Predictions: આ બાબાની ભવિષ્યવાણીથી દુનિયામાં દહેશતનો માહોલ, શું હવે રાત નહીં પડે?

111 વર્ષ પહેલા બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગા દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓમાંથી અનેક સાચી પણ પડી છે. તેમણે 12 વર્ષની ઉંમરમાં એક તોફાનમાં દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ ભવિષ્યવાણીઓએ બાબા વેંગાને દુનિયાભરમાં પ્રસિદ્ધ કરી નાખ્યા. મૃત્યુ પહેલા બાબા વેંગાએ 2022 અને આગળના સમય માટે પણ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. આવો તેના પર નજર ફેરવીએ...

Baba Vanga Predictions: આ બાબાની ભવિષ્યવાણીથી દુનિયામાં દહેશતનો માહોલ, શું હવે રાત નહીં પડે?

Baba Vanga Predictions: 111 વર્ષ પહેલા બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગા દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓમાંથી અનેક સાચી પણ પડી છે. તેમણે 12 વર્ષની ઉંમરમાં એક તોફાનમાં દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ ભવિષ્યવાણીઓએ બાબા વેંગાને દુનિયાભરમાં પ્રસિદ્ધ કરી નાખ્યા. મૃત્યુ પહેલા બાબા વેંગાએ 2022 અને આગળના સમય માટે પણ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. આવો તેના પર નજર ફેરવીએ...

- બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2023માં પૃથ્વીની કક્ષા બદલાઈ જશે અને આ ઉપરાંત અંતરિક્ષ યાત્રીઓ 2028માં શુક્રની યાત્રા કરી શકશે. 

- બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2046માં લોકો અંગ પ્રત્યારોપણની મદદથી 100 વર્ષથી વધુ જીવી શકશે. 

- ભવિષ્યવાણી મુજબ 2100માં પૃથ્વી પર કોઈ રાત થશે નહીં. કૃત્રિમ તડકાથી પૃથ્વી ઝળહળતી રહેશે. 

- એટલું જ નહીં બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 5079માં દુનિયાનો અંત થઈ જશે. 

બાબા વેંગાએ વર્ષ 2022 માટે બે ભવિષ્યવાણી કરી. કહેવાયું હતું કે એશિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમં પુર આવશે. આ ભવિષ્યવાણી સાચી પડી છે. કારણ કે આ વર્ષે આ દેશમાં ખુબ વરસાદ પડ્યો અને પૂરના હાલાત હતા. એશિયામાં બાંગ્લાદેશ, ઉત્તર પૂર્વ ભારત અને થાઈલેન્ડ પુરની ઝપેટમાં આવી ગયા. 

બીજી બાજુ બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે દુષ્કાળના કારણે કેટલાક શહેરોએ પાણીની અછતનો સામનો કરવો પડશે. તેમની આ ભવિષ્યવાણી પણ સાચી પડી. કારણ કે પોર્ટુગલે પોતાના નાગરિકોને પાણીના વપરાશ પર કાપ મૂકવા કહ્યું છે. ઈટાલીમાં પણ વર્તમાનમાં 1950ના દાયકા બાદથી સૌથી ખરાબ દુષ્કાળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 

(Disclaimer: આ સ્ટોરી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news