કાબુલ: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ભીષણ બોમ્બ વિસ્ફોટમાં 63ના મોત, 180થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાતે થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે.

કાબુલ: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ભીષણ બોમ્બ વિસ્ફોટમાં 63ના મોત, 180થી વધુ ઘાયલ

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાતે થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત 180થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના એક વેડિંગ હોલમાં થયો. આ સમારોહમાં એક હજારથી વધુ મહેમાનો હાજર હતાં. મૃતકોનો આંકડો વધી શકે છે. મૃતકોનો સત્તાવાર આંકડો પછીથી જાહેર કરવામાં આવશે. 

ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યાં મુજબ ઘટના શનિવારે રાતે સ્થાનિક સમય મુજબ 10.40 (ભારતીય સમય મુજબ રાતે 11.40) કલાકની છે જેમાં 63 જેટલા લોકો માર્યા ગયા છે અને 180થી વધુ ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવસ્તા નુસરત રહીમીએ જણાવ્યું કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. વિસ્ફોટ પાછળ કારણ શું છે તે જાણી શકાયું નથી. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. 

નુસરત રહીમીએ જણાવ્યું કે હુમલાખોરે સમારોહ દરમિયાન ઉપસ્થિત લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કરી દીધો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો જ્યાં મ્યુઝિશિયન ઉપસ્થિત હતાં. એક પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે આ હુમલામાં અનેક બાળકો માર્યા ગયા છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ વિસ્ફોટ બાદ વેડિંગ હોલમાં અફડાતફડી મચી ગઈ હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કાબુલમાં આ મહિને આ બીજો હુમલો છે. 8 ઓગસ્ટના રોજ થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયાં હતાં. જ્યારે 45 જેટલા લોકો ઘાયલ થયા હતાં. પશ્ચિમ વિસ્તારમાં અફઘાન સુરક્ષાકર્મીઓને તાલિબાને પોતાનું નિશાન બનાવ્યાં હતાં. આ માટે કારનો ઉપયોગ થયો હતો. તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ આ પ્રકારના હુમલાઓને અંજામ આપ્યાં કરે છે. 

અફઘાનિસ્તાનમાં આ વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજનારી છે. જેને  લઈને અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી વાર્તા સાથે જ હિંસા વધી ગઈ છે. આ વિસ્ફોટે અફઘાનિસ્તાનની રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વવત થયેલી શાંતિને ફરી હણી છે. આ વિસ્ફોટની ઘટનાને અફઘાનિસ્તાનનો આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news