કેનેડાની 10 ડોલરની નોટ બની 'બેસ્ટ નોટ ઓફ ધ યર', જાણો શું છે વિશેષતા...

નાગરિક અધિકારો માટે લડનારી સમાજિક કાર્યકર્તા વોયલા ડેસમંડની તસવીર પ્રકાશિત કરવાને કારણે નોટને આ એવોર્ડ મળ્યો છે 

કેનેડાની 10 ડોલરની નોટ બની 'બેસ્ટ નોટ ઓફ ધ યર', જાણો શું છે વિશેષતા...

ઓટાવાઃ કેનેડાની એક નોટને "બેન્ક નોટ ઓફ ધ યર એવોર્ડ 2018" આપવામાં આવ્યો છે. આ નોટની વિશેષતા એ છે કે તે દુનિયાની પ્રથમ વર્ટિકલ નોટ છે. ઈન્ટરનેશનલ બેન્ક સોસાયટી દ્વારા એવોર્ડ માટે પસંદ કરાયેલી આ નોટ 10 ડોલરની છે. નાગરિક અધિકારો માટેલડતી સામાજિક કાર્યકર્તા વોયલા ડેસમંડની તસવીર તેના પર પ્રકાશિત કરવાને કારણે નોટને આ એવોર્ડ મળ્યો છે. 

જાંબલી રંગની આ નોટ નવેમ્બર 2018માં બહાર પાડવામાં આવી હતી. આ નોટના પાછળના ભાગ પર કેનેડાના માનવાધિકાર મ્યુઝિયમનો ફોટો પ્રકાશિત કરાયો છે. તેના પર પોલિમર કોટિંગ છે. અમેરિકાની 10 ડોલરની નોટની સરખામણીએ આનોટ મોટી છે. 

— Canadian As F*** 🍁 (@CanadianEHF) April 30, 2019

ડેસમંડનો ફોટો આ નોટ પર એટલા માટે પ્રકાશિત કરાયો, કેમ કે તેને 1946માં જાતીગત ભેદભાવને પડકાર આપ્યો હતો અને અશ્વેત મહિલાઓ માટે સંઘર્ષ કર્યો હતો. તેણે અશ્વેત મહિલાઓને સુંદર દેખાવાનો અધિકારક અપાવા માટે પણ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. હકીકતમાં એ સમયે અશ્વેત મહિલાઓને સલૂનમાં જાતિગત ટિપ્પણીઓનો સામનો કરવો પડતો હતો. 

વોયલાએ ત્યાર પછી અશ્વેત મહિલાઓ માટે સલૂન ખોલ્યું હતું, જેથી સુંદર દેખાવા માટે તેમને બીજા શહેરોમાં જવું ન પડે. તેના કારણે લોકોએ આ વાતને નાગરિક અધિકારનો પર્યાણ સ્વીકારી હતી. 

શ્રેષ્ઠ નોટનો એવોર્ડ આપવાની આ સ્પર્ધામાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને રશિયા સહિત 15 દેશોએ ભાગ લીધો હતો. ભારતે તેમાં ભાગ લીધો ન હતો. જોકે, આ અગાઉ ભારત આ સ્પર્ધામાં સામેલ થતું રહ્યું છે. 1961માં બનેલી ઈન્ટરનેશનલ બેન્ક સોસાયટી દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરે છે. 

બેસ્ટ નોટ ઓફ ધ યર પસંદ કરવાના ત્રણ ધોરણઃ ડિઝાઈન, રંગની ગુણવત્તા અને સુરક્ષા ઉપાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news